Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની ટેકનિકથી ચંદ્ર પર ૬૦૦૦ નવા ક્રેટરની ગણતરી

નવી દિલ્હી તા. ર૦:નવી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આધારિત ટેકનોલોજીએ ગણતરીના કલાકોમાં પૃથ્વીના ચંદ્ર પર ૬૦૦૦ નવા કેટર્સના ચોક્કસ માપની ગણતરી કરી છે. ચંદ્ર પર અસંખ્ય ખાડા છે જેમાંના કેટલાક તો અબજો વર્ષ જૂના છે. ચંદ્રનું માપ ગતણતરીમાં લેવાની નવી ટેકિનકનો ઉપયોગ કરીને ચંદ્ર પર અસંખ્ય ખાડા શોધી કાઢવામાં આવ્યા છે, જેમાંથી લગભગ ૬૦૦૦ જેટલા ખાડા ભૂતકાળમાં કરવામાં આવેલા ચંદ્રના નિરીક્ષણ વખતે સાંપડેલા હતા.

સામાન્યપણે ચંદ્રની તસવીર જોઇ એમાંના ખાડાની ગણતરી કરી એની તસવીર પરથી જ એના કદની ગણતરી કરવામાં આવતી હતી. ૯ર ટકા કેસમાં ભૂતકાળમાં માનવી દ્વારા કરવામાં આવેલી ગણતરીની તુલનાએ હાલમાં સાંપડેલા ખાડાની સંખ્યા બમણા કરતાં વધુ રહી છે, જે લગભગ ૬૦૦૦ જેટલી થાય છે. નવા ખાડામાંના ૧પ ટકા ખાડા અગાઉ કરવામાં આવેલી ગણતરીની તુલનાએ નાના હોવાનું જણાવાયું હતું.

(2:29 pm IST)