Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

સાત મહીનાનો છોકરો બન્યો ટાઉનનો મેયર

ટેકસાસ તા ૧૯  : અમેરિકાના ટેકસસ રાજયના વાઇટહોલ ટાઉનમાં વિલીયમ ચાર્લ્સ નામના સાત મહીનાના બાળકને મેયર બનાવવામાં આવ્યો હતો. તેની મેયર ચાર્લીના માનદ હોદા પર નિમણુંક થતાં વિશ્વના અબજો લોકો માટે એ આશ્ચર્યનો વિષય બની છે. ચાર્લી અત્યાર સુધીના સોૈથી નાની ઉમરના મેયર ગણાય છે. ગયા રવિવારે બપોરે વાઇટ હોલ કમ્યુનીટી સેન્ટરના સભાગૃહમાં લગભગ ૧૫૦ મહેમાનો સમક્ષ મેયરના હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવા માટે ચાર્લી કોટ પહેરીને હાજર થયો ત્યારે સોૈને અચરજ થયું હતું.

ચાર્લીને દત્તક લેનારાં માતા-પિતા ચાડ મેકમિલન અને નેન્સી મેકમિલન સાંજે કમ્યુનીટી સેન્ટરમાં પહોચ્યાં હતાં . ૪.૩૦ વાગ્યે મેકમિલન દંપતી ચાર્લીને મંચ પોડિયમ પર લઇ ગયાં પછી શપથવિધી પાર પાડી હતી. આગળની હરોળમાં મમ્મી-પપ્પાની જોડે બેસીને બાળસહજ વિસ્મય સાથે નજર સામે ભજવાતા કાર્યક્રમો મેયર સાહેબ જોતા હતા. મંચ પરથી રાષ્ટ્રભકિતનું સંગીત પીરસવા ઉપરાંત સ્થાનિક હાઇસ્કુલના વિદ્યાર્થીઓના ડાન્સ પફોર્મન્સ પછી મોક સીક્રેટ સર્વિસના કાર્યક્રમો થયા હતા.

(3:44 pm IST)