Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

અમેરિકામાં ૪૩ ટકા એન્ટિબાયોટીકના પ્રીસ્ક્રીપ્શન બીનજરૂરીઃ એક વિશ્લેષણનુ તારણ

સેન્ટર્સ ફોર્સ ડીસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન (સીડીસી)ના એક તાજેતરમાં રિપોર્ટ અનુસાર, ફકત અમેરીકામાં જ દર વર્ષે ૩૫૦૦૦ લોકોના મોત એન્ટીબાયોટિક વિરોધી ચેપના કારણે થાય છે. બીએચજેમાં પ્રકાશિત થયેલા લેખમાં એ બાબતે ધ્યાન દોરવામાં આવ્યુ છે કે જરૂરી ન હોય તો પણ ડોકટરો એન્ટી બાયોટીકના પ્રિસ્ક્રપ્શનો  લખતા હોય છે. અભ્યાસમાં જણાવાયા  અનુસાર અમેરીકામાં એન્ટીબાયોટીકને ૪૩ ટકા પ્રિસ્ક્રીપ્શનો બિનજરૂરી હોય છે.

એન્ટિબાયોટીક  બેકટેરીયાને  મારે છે અથવા તેની સંખ્યા વધતા અટકાવે છે તે ફકત બેકટેરીયા દ્વારા થતી બિમારીઓમાં જ કામ આવે છે. છતા રીસર્ચમાં જણાવ્યા અનુસાર ડોકટરો ફલુ અને સામાન્ય શરદી જેવી વાઇરલ બિમારીઓમાં પણ એન્ટીબાયોટીકના પ્રિસ્ક્રિપ્શનો લખી નાખે છે. તેનાથી ફકત સ્ત્રોતો નો જ નાશ નથી થતો પણ તેનાથી શરીરમાં એન્ટીબાયોટીક રેઝીસ્ટન્સ પણ ઉત્પન થાય છે. , બેકટેરીયાઓ દિવસો દિવસ બળવાન થતા હોય ચેપ વખતે શરીર પર એન્ટીબાયોટીકની અસર ઘટી જાય છે.

(3:43 pm IST)