Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

લેન્ટર્ન ક્રિસમસ ટ્રી

ક્રિસમસની ઉજવણીની તડામાર તૈયારીઓ વિશ્વભરમાં થઇ રહી છે. તાજેતરમાં ઇન્ડોનેશિયાના સુરબાયામાં એક અજીબ ક્રિસમસ ટ્રી જાહેર જગ્યાએ મુકવામાં આવ્યું છે. સામાન્ય રીતે ક્રિસમસના ટ્રીને સજાવવાને બદલે અહીં ૩૫૮ લેન્ટર્ન્સનો ખડકલો કરીને ટ્રી જેવો શેપ આપવામાં આવ્યો છે. રાતના સમયે આ લેન્ટર્ન ઝગમગી ઉઠે છે અને માહશોલ રંગબેરંગી થઇ જાય છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં થોડાક સમય પહેલાં લોલી આગનો વિરોધ કરવા માટે રેડ ક્રોસની ડિઝાસ્ટર રીલીફ એન્ડ રીકવરી ફન્ડ દ્વારા રોટેસ્ટના સિમ્બોલ રૂપે બળેલું ક્રિસમસ ટ્રી ઇન્સ્ટોલ કરવામાં આવ્યું હતું. બળેલી ડાળીઓની આજુબાજુમાં ગિફટના પેકેટ્સ મુકવામાં આવ્યા હતા.

(3:44 pm IST)