Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

એરપોર્ટ પર સામાનમાંથી પકડાઇ મેલી વિદ્યા માટેની માનવ ભ્રુણ જેવી ઢીંગલી

બેંગકોક તા. ૧૯  :  થાઇલેન્ડના બેન્ગકોકના સ્વર્ણભૂમિ વિમાન મથકેથી અમેરિકાના કફલોરિડાના સરનામે મોકલવામાં આવેલ માનવગર્ભના મોડલને સ્વર્ણભૂમિ એરપોર્ટના સ્ટાફે રોકયું હતું. અમેરિકાના અંતરિયાળ ભાગોમાં કરવામાં આવતા ''વૂડૂ'' નામની મેલી વિદ્યાના પ્રયોગમાં વપરાશ માટે એ મોડલ એટલે કે ઢીંગલી મોકલવામાં આવતી હોવાનું વિમાનમથકના કર્મચારીઓને જાણવા મળ્યું હતું.  બાવીસમી નવેમ્બરે એરપોર્ટ પર સિકયોરીટી ચેક દરમયાન પોલીસ જવાનોને એક પેકેજ તપાસવા માટે બોલાવવામાં આવ્યા હતા. એક પોલીસ જવાને સ્કેનિંગ દરમ્યાન પેકેજમાં મોટું માથું અને વાંકા પગ દેખાતાં માજવગર્ભ હોય એવું જણાતું હતું. એ રિયલ ભ્રુણ નહી, પરંતુ એ માનવગર્ભની ૧૦ ઇંચની અસલ પ્રતિકૃતિ હતી. એ પેકેજ પર ''ભૂતોની વિધી વુડૂ માટેનો ઢીંગલો'' એવું લખેલું હતું. એના પર એવી સુચના પણ લખેલ હતી કે ' તમે આ વસ્તુને તમારી નજીક રાખશો તો તમારી સાથે કામનસીબ ઘટના નહીં બને અને તમને અનિષ્ટોથી દુર રાખશે. .લોરિડાના ટેમ્પામાં રહેતા રોનાલ્ડ લીકને મૃત બાળક જેવો દેખાતો જંતર મંતર કરેલો ઢીંગલો લાવવાની સલાહ આપવામાં આવી હતી. હવે એ પેકેટ મોકલનારને પાછુ સોંપવામાં આવશે. જંતર મંતર અનેમેલી વિદ્યાની વસ્તુઓ દેશની બહાર મોકલી શકાય છે, પરંતુ આ રીતે મૃત બાળકના રૂપમાં મોકલી ન શકાય.

(3:42 pm IST)