Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

નદીના પુરથી બચાવવા માટે ૬૦૯ વર્ષ જુની આ મસ્જિદને ઊંચકીને પાંચ કિલોમીટર દૂર ખસેડાઇ

લંડન તા ૧૯  :  ટર્કીના હસનકીફમાં આવેલી લગભગ ૬૦૯ વર્ષ જુની ઇર-રઝિક મસ્જિદને અંદાજે અઢી માઇલ એટલે કે લગભગ પાંચ કિલોમીટર દુર આવેલા નવા હસનકીફ કલ્ચર પાર્ક ખાતે ખસેડવામાં આવી રહી છે. વાસ્તવમાં ૧૭૦૦ ટનનું વજન કરાવતા આ સ્થાપત્યને સ્વચાલિત મોડયુલર ટ્રાન્સપોર્ટરની સહાયથી ખસેડવામાં આવી રહ્યું છે. નવો ડેમ બાંધવાને પગલે ટર્કીના હસનકીફમાં આવેલી ટાઇગ્રિસ નદીમાં પુર આવવાના ભયના કારણે આ મસ્જિદ ખસેડવાનો નિર્ણય લેવાયો હતો.

૧૪૦૯માં ઇબલ મેફાહિર સુલેમાનના આદેશથી બનાવવામાં આવેલાં મસ્જિદની મુખ્ય ઇમારત અને મિનારાને અલગથી ખસેડવામાં આવ્યાં હતાં તમામ છ સ્ટ્રકચરને નવી મસ્જિદના સ્થળે લઇ જવાયાં બાદ ફરીથી જોડીને તૈયાર કરવામાં આવશે.

(3:42 pm IST)