Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

દક્ષિણ પશ્ચિમ ચીનમાં સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 27 લોકોના મૃત્યુના સમાચાર

નવી દિલ્હી: દક્ષિણ પશ્ચિમ ચીનમાં (China)એક મોટો અકસ્માત(Accident) થયો છે. રવિવારે અહીંના એક એક્સપ્રેસ વે પર બસ (BUS) પલટી જતાં 27 લોકોનાં મોત થયાં હતાં. જ્યારે અન્ય 20 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. પોલીસે આ અંગે માહિતી આપી હતી. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગુઇઝોઉ પ્રાંતની રાજધાની ગુઇયાંગ શહેરની દક્ષિણપૂર્વમાં સ્થિત સેન્ડુ કાઉન્ટીમાં સવારે આ અકસ્માત થયો હતો. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ અકસ્માત ગ્રામીણ ગુઇઝોઉ પ્રાંતના હાઇવે પર થયો હતો. બસમાં કુલ 47 લોકો સવાર હતા.મળતી માહિતી મુજબ, આ ઘટનામાં ઘાયલ થયેલા 20 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના આ વર્ષમાં અત્યાર સુધીની સૌથી ખરાબ માર્ગ અકસ્માતોમાંની એક છે. આ દરમિયાન કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે પેસેન્જર બસ હાઈવે પરથી કેમ નીચે જઈ રહી હતી તે અંગે નારાજગી વ્યક્ત કરી હતી. જ્યારે પ્રાંતિજના અનેક મુખ્ય માર્ગો નિયમિત વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના પ્રતિબંધને કારણે ગુઇઝોઉમાં 100 ટોલ સ્ટેશન બંધ કરવામાં આવ્યા છે.

(4:28 pm IST)