Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

બજારમાં આવી દુનિયાની સૌથી પહેલી ઈ-ફ્લાઇટ

નવી દિલ્હી: ઈલેકટ્રીક કાર, ઈલેકટ્રીક બાઈક, ઈલેકટ્રીક બસનું નામ તો સાંભળ્યું હશે હવે દુનિયાની પહેલી ઈ-ફલાઈટ સેવા શરૂ થવા જઈ રહી છે. સ્વીડનમાં બનેલા આ ઈલેકટ્રીક વિમાનનો સૌથી પહેલા ઉપયોગ કેનેડાની એર લાયન્સમાં થશે. તેને 'ઈએસ-30' ઈલેકટ્રીક એરક્રાફટ નામ આપવામાં આવ્યું છે. આ ઈ-ફલાઈટ એક વખત ચાર્જ થયા બાદ 200 કિલોમીટર સુધી ઉડી શકે છે. આ ઈ-ફલાઈટમાં 30 યાત્રીઓની બેસવાની ક્ષમતા છે તે 20 હજાર ફૂટ ઉંચે ઉડી શકે છે. એક વખતમાં 200 કિ.મી.ની યાત્રા કરી શકે છે. શૂન્ય કાર્બન ઉત્સર્જન તરફ પગલું: કંપનીના સાઈટના માઈકલ રુસોએ જણાવ્યું હતું કે અમે 2050 સુધીમાં શૂન્ય કાર્બન ઉત્સર્જનના લક્ષ્‍યને નકકી કર્યું છે. આ વિમાનોને કેનેડા એર લાઈન્સના બેડામાં સામેલ કરવાના લક્ષ્‍યની નજીક સરળતાથી પહોંચી શકશું. શરૂઆતમાં કંપની આવા ઓછા વિમાનોનું ઉત્પાદન કરશે, બાદમાં તેની સંખ્યા વધારશે. સ્વીડનની આ કંપની 19 સીટર ઈ-વિમાન પણ તૈયાર કરી રહી છે જેને ઈએસ-19 નામ અપાયું છે.

(4:27 pm IST)