Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

તાઇવાન,જાપાન સહીત ચીનમાં 7.2ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: વિશ્વભરમાં છેલ્લા 24 કલાકની અંદર છ દેશ ભૂકંપથી ધ્રુજી ગયા હતા. ભારતના કેટલાક રાજ્યોમાં પણ ભૂકંપના ઝાટકા અનુભવાયા, પરંતુ આ ઝાટકા તાઇવાન અને જાપાનની તુલનામાં ખૂબ ઓછી તીવ્રતાના હતા. તાઇવાન, જાપાન અને ચીનની હાલત ભૂંકપને લીધે ખૂબ ખરાબ છે. જોકે તમામ દેશોની સરકારે તમામ લોકોને નહિ ગભરાવવાની તેમજ ધીરજ રાખવાની અપીલ કરી છે. તાઇવાનમાં થોડાક સમયની અંતર ૭.૨ અને ૬.૯ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અહીંયા ઝાટકા એટલી તીવ્રતાના હતા કે કેટલીક બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ હતી. રોડની વચ્ચે તીરાડો પડી ગઈ, કેટલાક પુલો તૂટી ગયા છે, જેના વીડિયો સોશિયલ મીડિયા પર આવી ગયા છે. તાઇવાન ઉપરાંત જાપાન અને ચીનમાં પણ ભૂકંપના ઝાટકા અનુભવાયા હતા. તાઇવાનમાં બપોરે ૧૨:૧૪ કલાકે ૭.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને તેનાથી યૂજિંગ જિલ્લાને ભારે અસર થઇ છે. ગઇકાલથી લઈને રવિવારની સાંજ સુધી આ ત્રણેય દેશમાં લગભગ 50થી વધુ વખત ભૂકંપના ઝાટકા અનુભવાયા છે. આ દરમિયાન તાઇવાનમાં સુનામીની ચેતવણી જાહેર કરાઈ છે. હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ભૂંકપને લીધે તાઇવાન, જાપાન અને ચીનમાં ભારે વરસાદ પડી શકે છે.

(4:27 pm IST)