Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

જાપાનમાં અત્યંત શક્તિશાળી વાવાઝોડું ત્રાટક્યું હોવાની માહિતી

નવી દિલ્હી: જાપાનમાં અત્યંત શક્તિશાળી વાવાઝોડુ 'નાનમાડોલ' દક્ષિણ વિસ્તારમાં ત્રાટક્યું છે અને 270 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા 20 લાખથી વધુ લોકો આ વાવાઝોડાની મહા વિનાશકારી અસર હેઠળ આવી શકે છે. જાપાનના હવામાન વિભાગે જાહેર કર્યું છે કે આ વાવાઝોડુ રવિવારે રાત્રે દક્ષિણ જાપાનના વિસ્તારોમાં અને ખાસ કરીને ટાપુ પ્રદેશ કયુશુના મુખ્ય શહેર કાગોસી પર સૌથી મોટો ભય સર્જાઇ રહ્યો છે. જાપાનનું આ બીજા નંબરનું સૌથી શક્તિશાળી વાવાઝોડુ હોવાનું માનવામાં આવે છે અને તેના કારણે સૂનામીનો ખતરો પણ વધ્યો છે. દક્ષિણ જાપાનના અનેક વિસ્તારોમાં વીજળી ઠપ્પ થઇ ગઇ છે. જાપાન એરલાઇન્સ તથા ઓલ નિપોન એરવેઝે 500થી વધુ ફલાઈટ રદ કરી છે. કયુશુમાં લેન્ડફોલ થયા બાદ વાવાઝોડાની અસર વધવા લાગી છે અને મંગળવાર સુધીમાં આ વાવાઝોડુ ટોક્યો સુધી પણ પહોંચી શકે છે જેની સાથે ભારે તોફાની સહિત ભૂસ્ખલન સહિતની ચેતવણી આપવામાં આવી છે.

(4:26 pm IST)