Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

એર એસ દરમ્યાન અકસ્માતમાં પાયલોટનું મૃત્યુ નીપજ્યું હોવાની માહિતી

નવી દિલ્હી: અમેરિકાના નેવાડા રાજ્યમાં એક જેટ ક્રેશ થયું છે. આ અકસ્માતમાં પાયલોટનું મોત થયું હતું. ઘટના STIHL નેશનલ ચેમ્પિયનશિપ એર રેસ (રેનો એર રેસ) દરમિયાન સર્જાઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રેસ દરમિયાન કેટલાંય જેટ વિમાનોએ ઉડાન ભરી હતી. આમાંથી એક જેટ અચાનક નીચે પડતું દેખાયું. જેટ જમીન પર અથડાતાં જ એમાં આગ લાગી ગઈ હતી. ઘટનાસ્થળે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા અને જેટનો કાટમાળ વેર-વિખેર પડ્યો હતો. રેનો એર રેસ એસોસિયેશનના ચેરમેન અને CEO ફ્રેડ ટેલિંગે જણાવ્યું હતું કે આ એર રેસ ઈવેન્ટમાં 152 જેટે ભાગ લીધો હતો. 156 પાયલોટ હાજર રહ્યા હતા. એર રેસ દરમિયાન ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાયલોટનું મોત થયું હતું. આ અકસ્માત કયા કારણે થયો એનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ અને ફેડરલ એવિયેશન એડમિનિસ્ટ્રેશન તપાસ કરી રહ્યા છે.

(4:27 pm IST)