Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

મહિલાના પેટમાંથી ૫૦ બેટરી સેલ કાઢવામાં આવ્‍યા

લંડન, તા.૧૯: રિપબ્‍લિક ઓફ આયરલૅન્‍ડની રાજધાની ડબ્‍લિનમાં સેન્‍ટ વિન્‍સેન્‍ટ્‍સ હૉસ્‍પિટલમાં સર્જ્‍યનની ટીમે ૬૬ વર્ષની એક મહિલાના પેટ અને મોટા આંતરડામાંથી ૫૦ બૅટરી સેલ કાઢયા હતા.
હોસ્‍પિટલમાં દાખલ થયાના થોડા સમયમાં તેણે વધુ પાંચ ‘એએ' બૅટરી સેલ ગળી જતાં તેના પેટમાંની બૅટરી સેલની સંખ્‍યા ૫૫ થઈ હતી. ડૉક્‍ટરોએ જણાવ્‍યા અનુસાર પોતાની જાતને નુકસાન પહોંચાડવાના કિસ્‍સામાં ૫૫ બૅટરી ગળી જવી એ એક વિક્રમી ઘટના છે.
હૉસ્‍પિટલના ઇમર્જન્‍સી વિભાગમાં પેશન્‍ટનો એક્‍સ-રે કાઢવામાં આવતાં એમાં અનેક બૅટરી સેલ જોવા મળ્‍યા હતા. આ -ક્રિયામાં બૅટરી સેલને નુકસાન પહોંચ્‍યું નહોતું. મહિલાના પેટમાં પહોંચેલી ‘એએ' અને ‘એએએ' બૅટરીએ પાચનક્રિયામાં અવરોધ સર્જતાં મહિલાએ પેઢુમાં દુખાવો અને ભૂખ ન લાગવાની ફરિયાદ કરી હતી.
મહિલાના પેટમાંની એ ચીજો દૂર કરવા સર્જરી કરવાનો નિર્ણય લેવાયો હતો. એ દરમ્‍યાન પેશન્‍ટના પેઢુમાં સોજો આવ્‍યો હોવાનું જણાયું હતું. સર્જ્‍નની ટીમે મહિલાના પેટમાંથી ૪૬ બૅટરી સેલ કાઢયા હતા, જ્‍યારે બાકીના ૪ સેલ દૂધ પિવડાવીને તેના આંતરડામાંથી બહાર કાઢવામાં આવ્‍યા હતા.

 

(3:58 pm IST)