Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

ઇન્‍ડોનેશિયામાં ઉંધા ગ્‍લાસમાં કોફી મળે છે

જાકાર્તા,તા. ૧૯ : ‘કુપી ખોપ'એ વિશેષ પ્રકારની કોફી છે જે કાચની રકાબીમાં ગ્‍લાસ ઊલટો મૂકીને સર્વ કરાય છે અને સ્‍ટ્રો વડે પીવાય છે. આ જ કારણસર એ ઇન્‍ડોનેશિયન અપસાઇડ-ડાઉન કોફી તરીકે પણ ઓળખાય છે.

ઇન્‍ડોનેશિયામાં આચેહના પશ્ચિમ કિનારે ‘કુપી ખોપ'કોફી મળે છે. કોફી સર્વ કરવાની બેજોડ રીતને કારણે જો કોફી પીવાનું ગમતું ન હોય તો પણ સોશ્‍યલ મીડિયા અકાઉન્‍ટ પર એને શેર કરવાની લાલચ રોકી શકાય એમ નથી. શ્નકુપી ખોપઙ્ખકોફી બનાવવાની રીત આ મુજબની છે : કાચમાં ઉકાળવામાં આવેલી જાડી પિસાયેલી રોબસ્‍ટા કોફીને તૈયાર કર્યા બાદ કાચની રકાબી પર ઊંધી કરવામાં આવે છે અને પ્‍લાસ્‍ટિકની સ્‍ટ્રોના ઉપયોગથી કાચમાંથી કોફીને ઢોળ્‍યા વિના ધીમે-ધીમે પીવાય છે.

સ્‍પર્ધામાં ટકી રહેવા માટે કોફી-શોપ્‍સ નિતનવાં ગતકડાં કરતા રહે છે. જોકે ‘કુપી ખોપ'માં અલગ જ વિશિષ્ટતા છે. આ કોફીને અધિકૃત રીતે વેસ્‍ટ આચે રિજન્‍સીની અમૂર્ત સાંસ્‍કૃતિક વારસા તરીકે જાહેર કરવામાં આવી છે અને સદીઓ પાછળનો એનો ઇતિહાસ શોધી શકાય છે.

થર્મોસની શોધ નહોતી થઈ એ વખતે માછીમારો માછલી પકડતી વખતે કોફી ઠંડી ન પડે અને માછલી પકડવા માટે પર્યાપ્ત સમય આપી શકાય એ હેતુથી આ પ્રકારે કોફી પીતા હતા. ગ્‍લાસ ઊલટો હોવાથી કોફી ગરમ રહેવા ઉપરાંત એમાં કચરો કે જીવાત પડવાનો પણ ભય રહેતો નહોતો. 

(10:58 am IST)