Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

વિદેશી યાત્રાને લઈને આ દેશોએ નક્કી કરી વેક્સિનેશન સર્ટિફિકેટની એક્સપાયરી

નવી દિલ્હી: કોરોના વાયરસના ડેલ્ટા વેરીયન્ટના આગમનના કારણે વેક્સિનની સુરક્ષાની અસમંજસની વચ્ચે બે યુરોપીયન દેશોએ વેક્સિનેશન સર્ટિફિકેટની એક્સપાયરી ડેટ નક્કી કરી છે. જો આવી રીતે મોટા ભાગના દેશો નિયમ નક્કી કરશે તો યાત્રીઓએ વેક્સિન લીધી છે કે નહીં પરંતુ સાથે સાથે વેક્સિન ક્યારે લીધી છે તેની માહિતી પણ આપવી પડશે.

પાછલા મહિને, ક્રોએશિયા (Croatia) વિશ્વનો પહેલો એવો દેશ બન્યો કે જેને કોવિડ 19 વેક્સિનના સર્ટીફેકેટની એક્સપાયરી ડેટ નક્કી કરી છે. બાલ્કન રાજયમાં પ્રવેશ કરવા માટે યાત્રીઓને 270 દિવસની અંદર સંપૂર્ણ વેક્સિનેટેડ થવું જરૂરી છે, લગભગ આગમન ના 9 મહિના.

જે યાત્રીઓની વેક્સિનની અવધિ સમાપ્ત થઈ ગઈ છે તેને આગમનની સાથે પોતાના ખર્ચે RTPCR અથવા તો રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવો પડશે. જેમાં રિપોર્ટ નેગેટિવ આવ્યે દેશમાં પ્રવેશ આપવામાં આવશે અને જો કોઈ કારણોસર જે તે યાત્રીનો ટેસ્ટ નથી કરવામાં આવતો તો તેને 10 દિવસ સુધી સેલ્ફ-આઇસોલેટ રહેવું પડે છે.

ક્રોએશિયા ગવર્મેન્ટની વેબસાઇટ મુજબ અમેરિકન ટ્રાવેલર્સ અને યુરોપીયન યુનિયનના યાત્રીઓએ ફાઇઝર અને મોર્ડેનાના બંને ડોઝ (Pfizer, Moderna, AstaZeneca, Gamaleya, Sinopharm) લીધા હોવાનું સર્ટિફિકેટ રજૂ કરવું પડશે જે 270 દિવસથી વધુ જૂનું હોવું જોઈએ. અથવા તો સિંગલ ડોઝ (Janssen/Johnson & Johnson) નું સર્ટિફિકેટ કે જે 270 દિવસથી જૂનું હોવું જોઈએ.

(5:10 pm IST)