Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

પાકિસ્તાનનના બહાવલનગરમાં જુલૂસમાં થયેલ બૉમ્બ બ્લાસ્ટમાં 3ના મોત:અનેક લોકો ઈજાગ્રસ્ત

નવી દિલ્હી :  પાકિસ્તાન (Pakistan)ના બહાવલનગરમાં શિયા સમુદાયના જુલૂસને નિશાન બનાવીને બોમ્બ વિસ્ફોટ (Bomb blast) કરવામાં આવ્યો છે. પાકિસ્તાન (Pakistan)માં લાંબા સમયથી શિયા સમુદાયના લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના બહાવલનગરમાં શિયા સમુદાય (Shia community)ના સરઘસને નિશાન બનાવીને બોમ્બ બ્લાસ્ટ (Bomb blast)કરવામાં આવ્યો છે. હુમલામાં ત્રણ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. સ્થાનિક પોલીસે જણાવ્યું છે કે ગુરુવારે મધ્ય પાકિસ્તાનમાં શિયા મુસ્લિમોના જુલૂસ દરમિયાન બોમ્બ વિસ્ફોટ થયો હતો. હુમલામાં ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે 50 થી વધુ લોકો ઘાયલ થયા હતા. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં પોલીસ (POLICE)અને એમ્બ્યુલન્સ વાહનો ઘટનાસ્થળ તરફ જતા જોઈ શકાય છે. પંજાબ પ્રાંતના પૂર્વ ભાગમાં શહેરના રસ્તાની બાજુમાં કેટલાક ઘાયલ લોકોને મદદની રાહ જોતા જોઈ શકાય છે. શહેર પોલીસ અધિકારી મોહમ્મદ અસદ અને શિયા નેતા ખાવર શફકતએ બોમ્બ ધડાકાની પુષ્ટિ કરી હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, બ્લાસ્ટ બાદ શહેરમાં તણાવ વધી ગયો છે.

(5:08 pm IST)