Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

સુડોકુ ગેમના ગોડફાધર તરીકે ઓળખાતા માકી કાજીનું 69 વર્ષની વયે નિધન

નવી દિલ્હી  વિશ્વમાં ભાગ્યે એવી કોઈ વ્યક્તિ હશે કે જેણે અખબારોમાં કે અન્ય કોઈ રીતે આંકડાઓની ગોઠવણીની રમત સુડોકુ પર હાથ નહીં અજમાવ્યો હોય. વિશ્વમાં 100થી વધુ દેશોમાં 20 કરોડથી વધુ લોકોનો પસંદગીનો કોયડો સુડોકૂના 'ગોડફાધર' તરીકે ઓળખ મેળવનાર માકી કાજીનું 69 વર્ષની વયે કેન્સરથી અવસાન થયું હતું. માકી કાજીની કંપની નિકોલીએ તેમના અવસાનની માહિતી આપી છે. સુડોકૂની શોધ સ્વિસ ગણિતજ્ઞ લિયોનહાર્ડ યૂલરે 18મી સદીમાં કરી હતી. પરંતુ માકી કાજીએ સુડોકૂને લોકપ્રિયતા અપાવી હતી.

1951માં સેપોરોમાં જન્મેલાં માકી કાજી હાઈસ્કૂલ બાદ કિયો યૂનિવર્સિટીમાં એડમીશન લીધું હતું. પણ 1970માં જાપાન-અમેરિકી સુરક્ષા સમજૂતિના વિરોધના કારણે કેટલાક ક્લાસ રદ કરવા પડ્યા. એટલે માકી કાજીને અભ્યાસ અધુરો છોડવો પડ્યો અને એક પ્રિન્ટિંગ કંપની સાથે જોડાઈ ગયા હતા. દરમિયાન એક અમેરિકી મેગેઝીનમાં નંબરવાળી ક્રોસવર્ડ ગેમ પર તેમની નજર પડી હતી. બાદમાં 1080માં માકી કાજીએ તેમના મિત્રો સાથે મળીને જાપાનની પ્રથમ પઝલ મેગેઝીન æ'પઝલ સુશિન નિકોલી' લોન્ચ કર્યું. એમાં શીર્ષક 'આંકડાઓને એકલા રહેવું જોઈએ, કુંવારા'ની સાથે કોયડો રજૂ કર્યો.

તેનું ટૂંકુ નામ 'સુડોકૂ' ખૂબ લોકપ્રિય થઈ ગયું હતું. 1983માં માકી કાજીએ નિકોલી કંપની સ્થાપના કરી હતી. માકી કાજીએ ત્રિમાસિક પઝલ મેગેઝિનમાં કોયડા બનાવવાનું અને તેમને શ્રેષ્ઠત્તમ બનાવવાનું ચાલું રાખ્યું. બાદમાં તેમની કંપનીએ નિકોલીએ એક પઝલ બુક પ્રકાશિત કરવાનું શરુ કર્યું. તેનાથી જાપાનના બુક સ્ટોર્સમાં પઝલ કોર્નર જોવા મળ્યા. 2004માં બ્રિટિશ મૂળના એક ચાહકે જાપાન યાત્રા દરમિયાન જોયું અને ટાઈમ્સ પેપરમાં સ્થાન અપાવ્યું. માકી કાજીની કંપની નિકોલીએ દાવો કર્યો છે કે સુડોકૂ ચેમ્પિયનશીપે 100 દેશોમાં 20 કરોડથી વધુ લોકોને આકર્ષિત કર્યા છે.

(5:05 pm IST)