Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

કેનેડામાં અેક ગાડીઅે અચાનક લેન બદલતા મહિલાની બાઇક સાથે અથડાઇઃ મહિલા ફુટબોલની માફક બાઇક ઉપરથી ઉછળતા મોત

કેનેડાઃ કેનેડાના ઓન્ટારિઓમાં વિચિત્ર અકસ્‍માત સર્જાતા ૪૯ વર્ષની અેક મહિલાનું મોત થતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

આ મહિલા હાર્લિડેવિડસન બાઈક લઈને ફુલ સ્પીડમાં જઈ રહી હતી, પરંતુ તેની આગળ જતી એક ગાડીએ અચાનક જ લેન બદલતા મહિલાની બાઈક તેની સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી બધી જોરદાર હતી કે, બાઈક પર સવાર મહિલા ફુટબોલની માફક બાઈક પરથી ઉછળી હતી, અને નીચે પટકાઈ હતી.

દુર્ઘટનામાં મહિલાનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું. મૃતક મહિલા 49 વર્ષની હતી. જોકે, પોલીસે તેની ઓળખ જાહેર નથી કરી. આ એક્સિડેન્ટ કેનેડાના ઓન્ટારિઓમાં થયો હતો. ગાડીવાળો નિયમો વિરુદ્ધ માત્ર ટુ વ્હીલર માટે રિઝર્વ લેનમાં ઘૂસી જતા આ અકસ્માત થયો હતો.

(7:46 pm IST)