Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

સૂર્યોદય કે સૂર્યાસ્તના સમયે કરો યોગ

યોગ એક વિજ્ઞાન છે. તેથી તેને આપણા જીવનમાં અવશ્ય સ્થાન આપવુ જોઈએ. યોગથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભ પ્રાપ્ત થાય છે. યોગ કરવાથી તન અને મનને શાંતિ મળે છે. યોગના અનેક ફાયદા છે. પરંતુ, યોગ કરવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવુ પડે છે. યોગના પણ કેટલાક નિયમ છે. જેમકે, યોગ કરવા માટેનો ઉચિત સમય કયો છે?

યોગ કરવા માટે શ્રેષ્ઠ સમય કયો?

 સવારે સૂર્યોદયના એક-બે કલાક પહેલાનો સમય શ્રેષ્ઠ હોય છે. જો તમે સવારે યોગા ન કરી શકો તો સૂર્યાસ્ત સમયે પણ યોગા કરી શકો છો. આ ઉપરાંત આ વાતોનું પણ ખાસ ધ્યાન રાખવું.

 દિવસનો કોઈ પણ સમય યોગા માટે નક્કિ કરી લેવો.

 યોગા કે આસન કરતી વખતે આસન પાથરી લેવું

 પાર્ક અથવા ખુલ્લી જગ્યામાં યોગા કરો.

દરરોજ યોગા કરો છો? તો આ વાતનું ધ્યાન રાખો

 મહિલાઓ પોતાના માસિકના સમયે યોગા ન કરે. અથવા યોગા કરતી વખતે ચેક કરી લેવુ કે તે તમારા માટે ફાયદાકારક છે કે નહીં.

 ૧૦ વર્ષથી ઓછી વયના બાળકો મુશ્કેલ આસન ન કરે

 સમયસર ભોજન કરવું

 ધૂમ્રપાન ન કરવું

 પૂરી ઉંઘ લેવી અને પોષ્ટિક આહાર લેવો.

(9:41 am IST)