News of Monday, 19th March 2018

નવા ઉદ્યોગપતિઓની મદદ માટે

શિકાગો યુનિવર્સિટીને ભારતીય અમેરિકનની ૩૨.૫ કરોડની ગ્રાન્‍ટ

આંખો બંધ કરી વિચાર્યું કે આ દેશમાં હું આવ્‍યો ત્‍યારે મારી પાસે શું હતું? અને ચેક લખી નાખ્‍યોઃ રતન ખોસા

એક ભારતીય અમેરિકન ઉદ્યોગપતિએ નવોદિત ઉદ્યોગપતિઓની મદદ માટે શિકાગો યુનિવર્સિટીને રૂા. ૩૨.૫ કરોડ (૫૦ લાખ ડોલર)ની ગ્રાન્‍ટ આપી છે. ૭૯ વર્ષીય રતન એલ. ખોસાએ પોલસ્‍કાઈ કેન્‍દ્રમાં ઉદ્યોગસાહસિકતા કાર્યક્રમને લોન્‍ચ કરાયા પછી આ રકમ દાનમાં આપી છે. તેમણે કહ્યું હતું,  ‘જે દિવસે મેં આ નવા કાર્યક્રમ માટે ચેક લખ્‍યો હતો, ત્‍યારે હું બેસી ગયો હતો અને આંખો બંધ કરી દીધી હતી. મેં આ દેશમાં મારા પ્રથમ દિવસ માટે વિચાર્યુ હતું કે એ સમયે હું કેટલો નાનો વેપારી હતો.' તેમણે કહ્યું હતું કે હું એ વાતનો આભારી છું કે ઉદ્યોગ જગતમાં કદમ રાખનારી આવનારી પેઢીની મદદ કરવામાં હું સક્ષમ બની શક્‍યો છું.

મૂળ કાશ્‍મીરના રતન એલ. ખોસા ૧૯૭૦માં અમેરિકા આવ્‍યા હતા. તેમણે યુનિવર્સિટી ઓફ મેરિલેન્‍ડમાં રિસર્ચ ફેલોશીપ કર્યુ હતું. જયારે તેમણે યુનિવર્સિટી જોઈન કરી હતી ત્‍યારે તેમની પાસે માત્ર ૩ ડોલર જ હતા. તેના પછી ખોસાએ પોતાની કંપની એમસિસ્‍કો'ની શરૂઆત વર્ષ ૧૯૮૧માં પોતાના ઘરના બેઝમેન્‍ટમાં કરી હતી.

(11:53 am IST)
  • દેશભરમાં 2016માં એક લાખથી વધુ બાળકો યૌન હિંસાના શિકાર થયા હતા. આ જાણકારી હાલમાં જ સુપ્રીમ કોર્ટે દાખલ થયેલી અરજીમાં આપવામાં આવી છે. અરજીમાં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના રિપોર્ટનો હવાલો આપીને જણાવાયું છે કે 1 લાખમાંથી માત્ર 229 મામલામાં જ ફેંસલો સંભળાવી શકી છે. પોસ્કો એક્ટ અંતર્ગત કેસમાં કોર્ટને ચાર્જશીટ દાખલ થયાં બાદ એક વર્ષમાં ફેંસલો સંભળાવવાનો હોય છે. access_time 12:12 pm IST

  • NDAના કાંગરા ખરી રહ્યા છે અને ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુ મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં છે ત્યારે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તમામ વિપક્ષો એક થઇને પણ 2019માં મોદીને હરાવી શકશે નહીં. 300થી વધુ સાંસદોનું સમર્થન ધરાવતી NDA સરકાર વિપક્ષના આ ગતકડાને ખૂબ જ સહેલાઈ પૂર્વક લોકસભામાં પાર કરી જશે. access_time 10:30 am IST

  • દર વર્ષે 20 માર્ચે વલ્ડ સ્પેરો ડેની ઉજવણી થાય છે. આજકાલ ચકલી વિલુપ્ત થતું પક્ષી બન્યું છે. ત્યારે ફરીથી ગોરૈયાને આંગણે આવતી કરવા ચકલી બચાવવા ઝુંબેશ થરુ થઈ છે. જંગલ કપાતા ગયા અને આંગણાનું આ પક્ષી પણ ખોવાતું ગયું છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ચકલીઓના માળાનું વિતરણ કરી રહી છે. કલીઓને લુપ્ત થતી ત્યારે જ બચાવી શકાશે જ્યારે વર્ષ ભર તેમને માટે કામગીરી કરાશે. access_time 1:24 am IST