Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

મેક્સિકોમાં ડ્રગ માફિયાના પુત્રની ધરપકડ

નવી દિલ્હી: મેક્સિકોના સૌથી જુના અને જાણીતા ડ્રગ માફિયા જોકીન ગુજમૈન ઉર્ફ એલ.ચાપોના દીકરા ઓવીડો ગુજમૈન લોપેઝને પોલીસ અધિકારીઓએ સંક્ષિપ્ત મામલે તેમની ધરપકડ કરવામાં આવી છે. સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ચાપોના  દીકરા સિનાલોઆ  રાજ્યની રાજધાની કુલિયાકન શહેરથી તેમની ધરપકડ કરવામાં આવી છે.

         ચાપોના નેતૃત્વવાળા સિનાલોઆ કાર્ટેલના સભ્યોએ પોતાના આકાના પુત્રની ધરપકડ કરવાથી રોકી  લેવાનો પ્રયત્ન કર્યો હતો અને સરકારી અભિયોજકોના કાર્યાલયની બહાર ગોળીબારી પણ કરવામાં આવી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:33 pm IST)