Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

યંગસ્ટર્સમાં બોડીમાં હલનચલન ઘટવાને કારણે કમરના દુખાવા વધી રહ્યા છે !

ઓબેસિટી, દરરોજ કસરતનો અભાવ અને જંકફૂડને કારણે નાની ઉંમરમાં કમરનાં દુખાવા તથા સ્પાઈન રિલેટેડ ઈશ્યૂ જોવા મળી રહ્યા છે.

ફકત ૨૦% દર્દીઓ કે જેઓ પીઠનો દુખાવો અનુભવે છે તેમને શસ્ત્રક્રિયાની જરૂર હોય છે. લગભગ ૮૦% બેક સંબંધિત સમસ્યાનું નિવારણ વિના સર્જરી કરી શકાય છે.

અમદાવાદમાં એક ખાનગી હોસ્પિટલમાં વર્લ્ડ સ્પાઇન ડે નિમિત્તે એક સેમિનાર યોજવામાં આવ્યો. જેમાં યંગસ્ટર્સ અને ટીનેજર્સમાં જોવા મળતા કમરનાં દુખાવા અને સ્પાઈન પ્રોબલેમ વિશે પણ વાત કરવામાં આવી. તેમાં જણાવવામાં આવ્યું કે આજે નાની વષે પણ લોકોમાં કમરનાં દુખાવાનું પ્રમાણ વધી રહ્યું છે. કમર એ શરીરનો એ ભાગ છે કે જે ઉપર માથાથી લઇ નીચે નિતંબ સુધી આવેલો છે. મેડિકલભાષામાં કમરએ કરોડસ્તંભ, સ્નાયુઓ તથા તેને જોડતા લિગામેન્ટ, કરોડરજ્જુઅને સંલગ્ન ભાગથી બનેલ છે. કરોડસ્તંભએ હાડકાંના નાના મણકાઓથી બનેલ મિનારસ્વરૂપ માળખું છે. પાસેપાસેનાં બે મણકાઓ વચ્ચે ડિસ્ક એટલે કે ગાદી આવેલી છે કરોડસ્તંભ માથાને સહારો આપે છે અને મગજને શરીરનાં અન્ય ભાગો સાથે, કરોડરજ્જુને નસો દ્વારા સાંકળે છે.

પીઠના દુખાવા માટે અસંખ્ય પરિબળો જવાબદાર છે. તે મુખ્યત્વે ખામીયુકત જીવનશૈલીને કારણે હોઇ શકે છે. જોકે ત્યાં અન્ય કારણો જેમ કે ડિસ્ક અને સાંધાને ઈજા, કરોડરજ્જુના ચેપ, કરોડરજ્જુનાં મણકાનું ફેકચર, કરોડરજ્જુની ગાંઠ વગેરે સમાવેશ થઈ શકે છે. જેમાનાં અમુક દુખાવા સમયાંતરે જાતે જ ઓછા થઇ જાય છે.વ્યકિતનું વજન જેટલું વધારે તેટલો બોજ કમરને સહન કરવો પડે છે.

 વ્યકિતનું વજન જેટલું વધારે તેટલો બોજ કમરને સહન કરવો પડે છે :

વજનમાં ઘટાડો પીઠનો દુખાવો ઘટાડવામાં પણ મદદ કરે છે. તંદુરસ્ત પીઠ માટે યોગ્ય વજન જાળવવું ખુબ જ જરૂરી છે. જ્યારે કોઇ આહાર દ્વારા વજન ઘટાડવાનો પ્રયાસ કરે છે ત્યારે પ્રોટીન અને અન્ય મહત્વપૂર્ણ પોષક તત્વોની કાળજી લેવી જ જોઇએ. તંદુરસ્ત સ્નાયુઓ માટે પોષક તત્વોની ઊણપ હાનિકારક છે. બેઠાળા જીવનની ટેવવાળી વ્યકિતઓમાં પણ સમાન પ્રમાણમાં દુખાવો જોવા મળે છે. ફકત ર૦% દર્દીઓ કે જેઓ પીઠનો દુખાવો અનુભવે છે તેમને શસ્ત્રક્રિયાની જરૂર હોય છે. લગભગ ૮૦% બેક સંબંધિત સમસ્યાનું નિવારણ વિના સર્જરી કરી શકાય છે.

 પીઠનો દુખાવો ન થાય તે માટે લાઇફસ્ટાઇલમાં પરિવર્તન લાવવું અનિવાર્ય :

 યોગ્ય બીએમઆઈ (બોડી માસ ઇન્ડેકસ) જાળવવો. બીજા

શબ્દોમાં કહીએ તો તમારૂ વજન તમારી ઊંચાઇ પ્રમાણે જાળવી

રાખો.

 તમારા સ્નાયુઓનાં સ્વાસ્થ માટે પુરતુ પ્રોટીન લઇ રહ્યા છો કે નહીં તે જોવું જોઇએ.

 સ્નાયુઓનાં સારા સ્તરને જાળવવા અઠવાડિયામાં ૩ થી ૪ દિવસ રેગ્યુલર થોડી વાર માટે ચાલવું, જોગિંગ, સાઇકલિંગ, સ્વિમિંગ વગેરે જેવી એરોબિક કસરતો કરો.

 રાત્રે નિયત સમયે પ્રોપર ઊંઘ લો.

 ટેન્શનને ટાળવાનો પ્રયત્ન કરો અને ટેન્શનને મેનેજ કરતા શીખો.

 

(9:37 am IST)