Gujarati News

Gujarati News

News of Thursday, 18th June 2020

સાઉથ કોરિયામાં મળી આવ્યા મોટા પગના નિશાન: વૈજ્ઞાનિકોનું સંશોધન

નવી દિલ્હી: આપણે સહુ કોઈએ મોટા ભાગે મગરને ચાર પગ પર ચાલતા જોયા હશે પ્રાચીન મગરની વિષે લાંબા સમયથી કહેવાય  રહ્યું છે કે તે પોતાની આધુનિક વંશજોની જેમ ચાર પગ પર ચાલતા હતા. પરંતુ એક નવા અભ્યાસ મુજબ જાણવામાં આવી રહ્યું છે  કે તે બે પગ પર ચાલવાની સંભાવના જણાઈ રહી છે.

                ચીન,ઓસ્ટ્રેલિયા અને અમેરિકાના સંશોધકોએ દક્ષિણ કોરિયાના જીજુ ફોર્મેશનમાં પગના થોડાક નિશાન શોધી કાઢ્યા છે તે પછી નિણર્ય પર આવ્યા છે  કે મગર પણ બે પગ પર ચાલી શકે છે. દક્ષિણ કોરિયાનો એરિયા ખુબજ સંશોધનીય હોવાનું માલુમ પડી રહ્યું છે. અહીંયા ગરોળી મકોડા અને શિકારી પક્ષીઓની ખુલ પ્રજાતિઓના 12 કરોડ વર્ષ પહેલાના અવશેષો મળી આવ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(8:34 pm IST)