Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

ફ્રાંસમાં ઉજવણી દરમ્યાન થયેલ બ્લાસ્ટમાં 13ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: ફ્રાંસમાં એક ઉજવણી દરમ્યાન થયેલ બ્લાસ્ટની ઘટનામાં ઓછામાં ઓછા 13 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યુ છે એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે દક્ષિણી ફ્રાંસના કોલિયોર શહેરમાં એક આતીશબાજી દરમ્યાન અચાનક થયેલ વિસ્ફોટના કારણોસર અફડાતફડી મચી જવા પામી હતી જેમાં 13થી વધુ લોકોને ગંભીર રીતે ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટનાને લઈને વધુ તપાસ કરવામાં આવી રહી છે.

(6:57 pm IST)