Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

કપડાં પહેરવાની પસંદથી જાણો ગર્લ્સનો સ્વભાવ

રંગોથી જાણો ગર્લ્સનો સ્વભાવ

જીંદગીમાં અલગ-અલગ રંગોનું પોતાનું ખાસ મહત્વ હોય છે. વ્યકિત કયા રંગના કપડાં પહેરે છે તેનાથી પણ તેના વ્યકિતત્વ વિશે જાણી શકાય છે. આવો જાણીએ મહિલાઓના પસંદના રંગનો તેમના સ્વભાવ કેવો હોય છે.

સફેદ

જે મહિલાઓ સફેદ રંગના કપડાં વધારે પહેરે છે તે દયાળુહોય છે અને સરળ સ્વભાવની હોય છે. આ મહિલાઓ હંમેશા અન્ય લોકોની મદદ કરવા માટે તૈયાર હોય છે. આત્મવિશ્વાસ તેમના વ્યકિતત્વની ઓળખ હોય છે.

પીળો

જે મહિલાઓ પીળા રંગના કપડાં વધારે પહેરે છે, તે મજાકિયા સ્વભાવની હોય છે. સાથે જ તેમની જિજ્ઞાસુ પ્રર્વત્તિ હોય છે. આવી મહિલાઓ નમ્ર હોય છે. કરકસર કરનારી હોવા છતા આત્મવિશ્વાસના પળોમાં વધુ મદદ આપે છે.

નારંગી

જે મહિલાઓને નારંગી રંગ પસંદ હોય છે તેઓ પ્રેમાળ, મૈત્રીપૂર્ણ તથા આનંદી સ્વભાવની હોય છે. આ મહિલાઓ પોતાના હક માટે અવાજ ઉઠાવનારી હોય છે. તે પોતાના પરિવાર પ્રત્યેના બધા જ કર્તવ્યોને નીભાવે છે.

ગુલાબી

જે મહિલાઓને ગુલાબી રંગના કપડાં પસંદ હોય છે તે ખૂબ ગંભીર હોય છે. તેમનામાં અહંકાર હોય છે, પરંતુ તેમના વ્યકિતવને આકર્ષણનું કેન્દ્ર બનાવે છે. તેમના ચહેરા પર હાસ્ય અને આંખોમાં આકર્ષણ હોય છે.

લાલ

જે મહિલાઓ લાલ રંગના કપઢાં પહેરે છે તે વધારે ગુસ્સેલ, નિર્ભીક અને ઉત્તેજક સ્વભાવની હોય છે. તેઓ પોતાના સાહસ માટે ઓળખાય છે. આવી મહિલાઓ ભવિષ્યની ચિંતા નથી કરતી.

ભૂરો

ભૂરો રંગના વસ્ત્રો પહેરનારી મહિલા વ્યવસ્થાપ્રિય, અકાલ્પનિક સ્વભાવની હોય છે તેમને અનુશાસનમાં રહેવાનું પસંદ હોય છે. તેમને ઘરની સાફ-સફાઈ કરવી ગમે છે. પેમનામાં જીવન જીવવાની ખાસ કળા હોય છે.

લીલો

જે મહિલાઓ લીલા રંગના કપડાં પહેરવાનું પસંદ કરે છે તેમના મનમાં હંમેશા નવું કામ કરવાનો ઉત્સાહ હોય છે. આવી મહિલાઓ ચુસ્ત, સ્ફુર્તિલી અને ચતુરાઈ સાથે સાથીને દિલથી પ્રેમ કરે છે.

કળો

જે મહિલાઓને કાળા રંગના વસ્ત્રો પહેરવા ગમે છે તેમનો સ્વભાવ વિરાશ પ્રર્કતિનો હોય છે. તેમના સ્વભાવ તેજ હોય છે. તેમનું વ્યકિતત્વ આકર્ષક હોય છે. આવી મહિલાઓ દેખાવામાં કઠોર હોય છે. અંદરથી નરમ હોય છે.

(9:33 am IST)