Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

સ્વાસ્થ્ય માટે સારા છે જામફળ

જામફળ એક એવુ ફળ છે જે સરળતાથી બધે મળી રહે છે. જામફળ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી અને ફાયદાકારક છે. તેનુ સેવન કરવાથી અનેક રોગોમાંથી રાહત મળે છે. તો જાણો જામફળના ફાયદા વિશે.

. કબજીયાત થતા ખાલી પેટે નિયમીત પાકા જામફળ ખાવાથી કબજીયાતની સમસ્યા દૂર થાય છે.

. જામફળને કાપીને તેના પર શંચળ તથા મરી પાવડર નાખીને ખાવાથી આફરો રોગ દૂર થાય છે અને પાચન ક્રિયા સુધરે છે.

. રાત્રે સૂતી વખતે જામફળના પાંદળાને પીસીને પુલ્ટીસ બનાવીને બાંધવાથી આંખોનું દર્દ, સોજો તથા લાલાશ દૂર થાય છે.

. જામફળના પાંદડાને ચાવવાથી અથવા તેના પાંદડાના ઉકાળામાં ફટકડી મિકસ કરીને કોગળા કરવાથી દાંતોનું દર્દ દૂર થાય છે.

. જામફળ કૃમિનાશક પણ છે. નાના બાળકોના પેટમાં જીવડા થયા હોય તો, જામફળની સાથે મધ મિકસ કરીને આપવાથી કિડા દૂર થાય છે.

. કાચા અને તાજા જામફળ કોપાનીમાં પલાળી, ચાસણીમાં નાખી કરેલ મુરબ્બો ખાવાથી આંતરની સમસ્યા દૂર થાય છે.

(4:32 pm IST)