Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

કોરોના વાયરસની મહામારીના કારણોસર અંદાજે 13 કરોડ લોકો ભૂખમારનો શિકાર બની રહ્યા છે : WHO

નવી દિલ્હી: કોરોનાવાયરસ આખી દુનિયાને દરેક રીતે અસર કરી છે. અર્થતંત્રની સાથે, ખોરાક અને કૃષિ જેવી ચીજોને પણ અસર કરી છે. વિશ્વના દેશો દ્વારા કોરોનાને કેટલું નુકસાન થયું છે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. લોકડાઉન થયા પછી હાલત વધુ ખરાબ થઈ રહી છે. સંયુકત રાષ્ટ્રસંઘે ચેતવણી આપી છે કે વર્તમાન વર્ષમાં કોરોના વાયરસની મહામારીના પગલે અંદાજે ૧૩ કરોડ લોકો ભૂખમરા તરફ ધકેલાઇ રહયા છે. જયારે ગત વર્ષ ભૂખમરાથી પીડાતા લોકોની સંખ્યામાં કરોડનો વધારો થયો હતો. કોરોના ઇફેકટસથી નવ માંથી એક વ્યકિતને ભૂખ્યા સૂઇ રહેવું પડે તેવી પરીસ્થિતિ છે. અહેવાલ તૈયાર કરવા માટે યૂએનની એજન્સીઓ ખાધ અને કૃષિ સંગઠન, આંતરરાષ્ટ્રીય કૃષિ વિકાસ કોષ, સંયૂકત રાષ્ટ્ર બાળ કોષ વગેરે એજન્સીઓ સંકળાયેલી હતી.

(6:38 pm IST)
  • રાજકોટ શહેરમાં 50 કરતા વધુ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન થયા access_time 7:51 pm IST

  • રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એચ,એમ ગઢવીની ઇન્ટેલિજન્સ બ્યુરો ( આઈબી ) માં બદલી access_time 11:32 pm IST

  • ટ્રમ્પના ટિવટે ખળભળાટ સર્જ્યો :વિશ્વભરમાં કોરોનાના પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને કહ્યું છે કે રસી અંગે સારા સમાચાર આવી રહ્યા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકામાં પરીક્ષણ કરાયેલ પ્રથમ કોરોના વેક્સિન વૈજ્ઞાનિકોની અપેક્ષા મુજબ લોકોને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. આ રસીની ટ્રાયલ હવે ફાઇનલ સ્ટેજમાં છે. 45 લોકો પર કરાયેલ પરીક્ષણમાં મળ્યું સારું પરિણામ. 27 જુલાઈની આસપાસ, આ રસી કોરોના વાયરસ સામે રક્ષણ આપવામાં કેટલી અસરકારક છે તે જાણવા માટે 30,000 લોકો પર ટેસ્ટ કરવામાં આવશે access_time 12:24 am IST