દેશ-વિદેશ
News of Thursday, 16th July 2020

કોરોના વાયરસની મહામારીના કારણોસર અંદાજે 13 કરોડ લોકો ભૂખમારનો શિકાર બની રહ્યા છે : WHO

નવી દિલ્હી: કોરોનાવાયરસ આખી દુનિયાને દરેક રીતે અસર કરી છે. અર્થતંત્રની સાથે, ખોરાક અને કૃષિ જેવી ચીજોને પણ અસર કરી છે. વિશ્વના દેશો દ્વારા કોરોનાને કેટલું નુકસાન થયું છે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. લોકડાઉન થયા પછી હાલત વધુ ખરાબ થઈ રહી છે. સંયુકત રાષ્ટ્રસંઘે ચેતવણી આપી છે કે વર્તમાન વર્ષમાં કોરોના વાયરસની મહામારીના પગલે અંદાજે ૧૩ કરોડ લોકો ભૂખમરા તરફ ધકેલાઇ રહયા છે. જયારે ગત વર્ષ ભૂખમરાથી પીડાતા લોકોની સંખ્યામાં કરોડનો વધારો થયો હતો. કોરોના ઇફેકટસથી નવ માંથી એક વ્યકિતને ભૂખ્યા સૂઇ રહેવું પડે તેવી પરીસ્થિતિ છે. અહેવાલ તૈયાર કરવા માટે યૂએનની એજન્સીઓ ખાધ અને કૃષિ સંગઠન, આંતરરાષ્ટ્રીય કૃષિ વિકાસ કોષ, સંયૂકત રાષ્ટ્ર બાળ કોષ વગેરે એજન્સીઓ સંકળાયેલી હતી.

(6:38 pm IST)