Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

આ છે અમેરિકાની હોટેસ્ટ ફાયરફાઇટર

ન્યુયોર્ક તા.૧૬ : બચાવદળની કામગીરીમાં છોકરીઓ બહુ ભાગ્યે જ જોવા મળે છે. જો કે અમેરિકાના મોન્ટાના રાજ્યના કેલિસ્પેલ ટાઉનમાં ર૪ વર્ષની પ્રેસ્લી પ્રિચંડ શહેરના ફાયર-ફાઇટિંગ દળમાં ઘણું મહત્ત્વનું સ્થાન ધરાવે છે. પ્રેસ્લી જ્યારે ટીનેજ દરમ્યાન પોતાના ફાયરફાઇટિંગ ક્ષેત્રે આગળ વધવું છે એવું કહેતી ત્યારે લોકો તેની વાત હસવામાં ઉડાડી દેતા છુઇમુઇ ગર્લ થઇને અતિકઠિન કામો તે નહીં કરી શકે એવું તેને કહવાતું. એમ છતાં તેણે મનમાં ઠાની રાખેલું કે બનીશ તો ફાયર ફાઇટર જ. વેઇટલિફિંટગ અને એકસરસાઇઝ દ્વારા તેને શરીરને એવું કસ્યું છે કે એ મજબુત તો છે જ, સાથે આકર્ષક પણ છે. હવે તે ફાયર ફાઇટર તરીકે રોજેરોજ કેવી કામગીરીઓ કરે છે. એની વાતો ઇન્સ્ટાગ્રામ પર શેઅર કરે છે. જયારે તે રિલેકસ હોય ત્યારે સેકસી અને હોટ અદાઓમાં જોવા મળે છે, પણ જયારે રેસ્કયુ ઓપરેશનમાં હોય ત્યારે એકલા હાથે ૧પ૦ કિલો વજન ખસેડી શકે એટલી મજબુત પણ છે. ઇન્સ્ટાગ્રામ પર પ્રેસ્લીને હોટ એન્ડ સેકસી ફાયરફાઇટર કહેવામાં આવે છે અને તેની દિનચર્યા જાણવા માટે લગભગ ૬૬,૦૦૦ લોકો તેને ફોલો કરે છે.

(3:20 pm IST)