Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

ઓસ્ટ્રેલિયામાં આ ઘર ખરીદનારને બે મગર, બે ઊંટ અને ઘોડા ફ્રીમાં મળશે

સીડની તા. ૧૬: અમુક ઘરો વેચાવા નીકળે ત્યારે છાપાંઓમાં પણ હેડલાઇન બનાવેછે. ઓસ્ટ્રેલિયાની નોર્ધર્ન ટલેરિટરીમાં ડાર્વિન શહેરની પાસે આવેલા ગ્રામીણ વિસ્તારમાં ટેડ પ્લેવનિક નામના ભાઇએ પોતાનું ઘર વેચવા કાઢયું છે. આ ઘરની આસપાસ પાંચ એકરનો વિસ્તાર ખુલ્લો છે. ઘરમાં પાંચ બેડરૂમ, એક સ્વિમિંગ-પૂલ, સ્પા અને લકઝુરિયસ ડાઇનિંગ એરિયા જેવી સુવિધાઓ તો છે જ, પણ આ ઘરમાં પેકેજની સાથે ખરીદનારને પાંચ એકરમાં રાખવામાં આવેલા કેટલાંક પ્રાણીઓ પણ રાખવાં પડશે. બે ઘોડાના તબેલા અને નાનકડું ભૂંડોનું ટોળું પણ આ જગ્યાએ રહે છે. આ બધું તો ઠીક, ઘરની બહારના પ્રાંગણમાં બે મગરને પણ પાંજરામાં રાખવામાં આવ્યા છે. પ્રોપર્ટીના માલિકનું કહેવું છે કે જે વ્યકિત આ ઘર ખરીદશે તેને મગર સહિત બધાંજ પ્રાણીઓ પણ ફ્રીમાં મળશે. હવે આ ઓફરથી લોકો ઘર લેવા માટે પડાપડી કરે છે કે ડરના માર્યા લેવાનો વિચાર જ માંડી વાળે છે એ જોવાનું રહ્યું. માલિકનું કહેવું છે કે તેણે પાળેલા જેમ અને બોરિસ નામના બન્ને મગર આખીય પ્રોપર્ટીની જબડેલાક સિકયોરિટી જાળવે છે.

(1:24 pm IST)