Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

મૃત્યુનો બદલો લેવા માટે ઇંડોનેશિયામાં ગુસ્સામાં આવી જૂથે 300 મગરને મોતનેઘાટ ઉતાર્યા

નવી દિલ્હી: ઇંડોનેશિયામાં મગરનો શિકાર બનેલ એક વ્યક્તિના મૃત્યુનો બદલો લેવા માટે ગુસ્સામાં એક જૂથે લગભગ 300 જેટલા મગરને મોતને ઘાટ ઉતારી દીધા છે અધિકારીઓ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બદલાની આગમાં મગરને મારીનાખવાની આ ઘટના પાપુઆ પ્રાંતમાં બની છે અને એ શખ્સના અંતિમ સંસ્કાર બાદ આ ઘટના બની હોવાનું જણાઈ રહ્યું છે પોલીસ અને સંરક્ષણ અધિકારીઓ દ્વારા જણાઈ રહ્યું છે કે એક શખ્સ જયારે પશુઓ સાથે ઘાસ શોધવા નીકળ્યો હતો ત્યારે તે મગરનો શિકાર બની ગયો હતો.

(6:51 pm IST)
  • દેવગઢબારિયા તાલુકાના વિરોલ ગામમાં ઉજળ નદીનાં પાણી ઘૂસી જતાં ગ્રામજનો ફસાઈ ગયા હતા. શનિવારે સાંજે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉજળ નદીમાં પૂર આવ્યું હતું. દરમિયાન, છ જેટલી યુવતીઓ એક ફળિયામાંથી બીજા ફળિયામાં જવા માટે નદીનો પટ ઓળંગી રહી હતી ત્યારે પ્રવાહનો વેગ વધતા ફસાઈ ગઈ હતી, પરંતુ હિંમત રાખી તેઓ રેતીના ટેકરા પર ચડી ગઈ હતી, જોકે તો પણ ચારેબાજુ પાણીનો પ્રવાહ વધી જતાં તેઓ નદીમાં ફસાઈ ગઈ હતી. આ અંગે સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવતા મામલતદાર, પીએસઆઈ, તાલુકાની ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ તેમને બચાવવા માટે પહોંચી ગઈ હતી અને તેમને સલામત બહાર કાઢવામાં આવી હતી. access_time 1:18 am IST

  • ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ: તાલુકાના મોવિયા શ્રીનાથગઢ , કમઢીયા , મેતાખંભાળીયા , મોટી ખિલોરી , દેરડી(કુંભાજી), રાણસીકી, વિંઝીવડ સહિતના ગામોમાં 1 થી 3 ઈંચ વરસાદ વરસ્યો : ગોંડલના વાસાવડમાં 1 કલાકમાં 2 ઈંચ ધોધમાર વરસાદ: ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે વાસાવડી નદીમાં પુર આવ્યા : ગોંડલના ચરખડી ગામે 2 કલાકમાં 2 ઈંચ વરસાદ:ચરખડી ગામની છાપરવડી નદી બે કાંઠે access_time 8:49 pm IST

  • સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ મામલે ટીડીપીને ઝટકો :શિવસેનાએ મળવા કર્યો ઇન્કાર :સંસદના ચોમાસુ સત્રમાં સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા વિપક્ષી દળોને જોડાવાની પહેલ પર પાણી ફરી વળ્યું :એનસીપીએ મળવા નક્કી કર્યું પરંતુ ઉદ્ધવ ઠાકરેએ ટીડીપી નેતાઓએ મળવા નનૈયો ભણ્યો. access_time 1:06 am IST