Gujarati News

Gujarati News

News of Tuesday, 16th June 2020

બ્રેકફાસ્ટમાં બનાવો સ્પ્રાઉટસ મગ પરોઠા, ઇમ્યૂનિટીમાં પણ થશે વધારો

ફણગાવેલા મગ ખાવા તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. આ આપણા શરીરમાં વિટામિન્સ અને પ્રોટીનની ખામીને પુરી પાડે છે. મગની દાળમાં ભરપૂરમાત્રામાં પ્રોટીન, વિટામિન્સ સાથે-સાથે મિનરલ્સ પણ મળી આવે છે.  તેમાં કોલેસ્ટ્રોલની માત્રા પણ ખૂબ ઓછી હોય છે. ચાલો આપણે બનાવીએ મગની દાળના સ્પ્રાઉટ્સના પરોઠા.

. સામગ્રી : ૧ કપ ઘઉંનો લોટ

૧ કપ ફણગાવેલા મગ

૩-૪ ટેબલ સ્પૂન તેલ

૧ ચપટી હિંગ

ટી-સ્પૂન જીરું

૧ નાની ચમચી આદુક બારીક છીણેલું

ટી-સ્પૂન લાલ મરચું

લીલા ધાણા સમારેલા

ટી-સ્પૂન ધાણા પાવડર

મીઠું સ્વાદનુસાર

. બનાવવાની રીતઃ

પહેલાં આપણે ફગાવેલા મગની દાળને વાટી દઇએ. લોટમાં દાળ, હીંગ, જીરું, આદું, લાલ મરચું, ધાણા અને મીઠું નાખીને લોટ બાંધી લો. હવે તેને ૧૫ મિનિટ માટે મુકી દો. જેથી પરોઠા નરમ બનશે. પરાઠાને વણીને બંને તરફ શેકી લો. ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી પરોઠા તૈયાર છે. ગરમા ગરમ પરાઠા સોસ, ચટણી, અથવા સબજી સાથે સર્વ કરો.

(9:36 am IST)