Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

ઇટાલીમાં 3 જૂનથી શરૂ થઇ શકે છે વિમાનની સેવા

નવી દિલ્હી: વિશ્વમાં ચીન બાદ એક સમયે સૌથી વધુ કોરોનાગ્રસ્ત બનેલા ઇટાલીમાં હવે ધીમે ધીમે કોરોનાનો કહેર ઓછો થતો જાય છે અને અત્યાર સુધીમાં 31,600 ઇટાલીયન માર્યા ગયા છે.

               હવે દેશે તેના લોકડાઉનના નિયમો હળવા કરવાનું શરુ કર્યું છે. તા. 3 જૂનથી વિદેશી વિમાની સેવાઓ પણ શરુ થશે. જો કે ઇટાલી અને ચીનના વુહાન વચ્ચે જે ઘનિષ્ઠ સંબંધો છે તે જોતા ઇટાલીએ વુહાનની ફલાઈટ હમણા શરુ નહીં કરવા નિર્ણય લીધો છે. કારણ કે ઇટાલીમાં વુહાનથી કોરોનાની આયાત થઇ હતી.

(6:17 pm IST)