Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

અનોખું બ્રેસલેટ:આપણી નજીક આવતા વાઈબ્રેટ થઇ એલર્ટ કરશે આ બ્રેસલેટ

નવી દિલ્હી: હાલ તમે સમય જોવા માટે કાંડામાં ઘડીયાળ પહેરો છો પણ આવનારા સમયમાં આપે એક બ્રેસલેટ પણ પહેરવું પડશે! જે સમય નહીં બતાવે પણ આપની નજીક કોઈ આવ્યુ તો બ્રેસલેટ વાઈબ્રેટ થઈ આપને એલર્ટ કરશે! કોરોનાને કારણે આવનાર વિશ્વ સમાજ કેવો હશે તેની કલ્પના નથી કરી શકાતી પરંતુ સામાજીક દુરી માટે આપને રીમાન્ડ કરે તેવા સાધનો જરૂર બનવા માંડશે.

                પ્રોકસી કંપનીનાં સીઈઓ કેમ્પબેલ મેકડોનાલ્ડનું કહેવુ છે કે લોકો અહી તહીં જઈ રહ્યા છે. પરિસ્થિતિમાં સોશ્યલ ડીસ્ટીન્સીંગ માટે એક રિમાઈન્ડરની જરૂર પડશેકેમ્પબેલે જણાવ્યું હતું કે તેની કંપની આવા હજારો બ્રેસલેટ વેંચી ચુકી છે. 6 ફૂટની દુરી પર જો કોઈ આપની પાસે છે તો બ્રેસલેટ કરશે તેની કિંમત લગભગ સાડા સાત હજાર રૂપિયા છે.

(6:17 pm IST)