Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

ફેસબુકના એક ગ્રુપમાં બધા પોતાને કીડી સમજે છે, એ ગ્રુપના મેમ્‍બર્સની સંખ્‍યા ૧૮ લાખ છે

લંડન,તા.૧૬ : નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર એક ગ્રુપ એવું છે જેના બધા મેમ્‍બર્સ પોતે કીડી હોય એવો દેખાડો કરે છે અને કીડીઓની વસાહતમાં રહે છે. એ ગ્રુપના ૧૮ લાખ મેમ્‍બર્સ પોતે કીડીઓની રાણીના પૂજક હોવાનું માને છે. ઘણાં અઠવાડિયાંથી ઘરની બહાર ન નીકળેલા લોકો કોઈ પણ તર્કવિતર્કનો ભોગ બની શકે છે. કીડીઓની વસાહત એટલે કે એન્‍ટ કોલોનીના રહેવાસી હોવાનો ડોળ કરનારા લોકોના એ ગ્રુપની શરૂઆત ૨૦૧૯ના જૂન મહિનામાં કરવામાં આવી. ૨૦૨૦ના માર્ચ મહિના સુધીમાં એ ગ્રુપના એક લાખ મેમ્‍બર્સ હતા. કોરોના લોકડાઉન શરૂ થયા પછી એ ગ્રુપના મેમ્‍બર્સની સંખ્‍યા ધડાધડ વધવા માંડી અને અત્‍યારે મેમ્‍બર્સનો આંકડો ૧૮ લાખને પાર કરી ગયો છે અને મેમ્‍બરશિપની લાખો રિક્‍વેસ્‍ટ્‍સ પેન્‍ડિંગ છે.

(2:34 pm IST)