Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

દેશના સૌપ્રથમ વર્ચ્‍યુઅલ હેન્‍ડીક્રાફટ ફેરનું જુલાઇમાં આયોજન

જોધપુરઃ ઇપીસીએચ દ્વારા દેશનો સૌપ્રથમ ઓનલાઇન વર્ચ્‍યુઅલ હેન્‍ડીક્રાફટ ફેર જુલાઇમાં યોજાવાની સંભાવના છે. સંપૂર્ણ ઓનલાઇન આ મેળામાં  નિકાસકારો ઘરે બેઠા-બેઠા દેશી-વિદેશી ખરીદદારોને પોતાની વસ્‍તુ બતાવીને વેંચાણ કરી શકશે. વિશ્વભરની કંપનીઓ સાથે જોડાવા પહેલીવાર નિકાસકારોનો હેન્‍ડીક્રાફટનો આ વર્ચ્‍યુઅલ ફેર થવા જઇ રહયો છે. આ ફેર માટે બ્રિટનની એક કંપનીને રોકવામાં આવી છે. એપ્રિલમાં ગ્રેટર નોઇડાનો હેન્‍ડીક્રાફટ ફેર રદ થતા વેચાણકારોને નુકશાન થયેલ.

હેન્‍ડીક્રાફટ એકસપોર્ટ પ્રમોશન કાઉન્‍સીલના ડીજી રાકેશ કુમારે જણાવેલ કે કોરોનાના કારણે નિકાસકારો માટે વર્ચ્‍યુઅલ ફેર દ્વારા નવી ખરીદ - વેચાણ પ્રણાલી ગોતી છે. ઇપીસીએચ જુનમાં જવેલરી અને ટેકસટાઇલ તથા જુલાઇમાં હેન્‍ડીક્રાફટ ફેર આયોજીત કરશે.

(2:33 pm IST)