Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

અફઘાનિસ્તાનમાં બે આત્મઘાતી હુમલામાં પાંચના મોત:13ને ઇજા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના પૂર્વી પ્રાંત ખોસ્તમાં બે અલગ અલગ ઘટનાઓમાં બે આત્મઘાતી હુમલાખોરોને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે તેમજ અન્ય ત્રણ લોકોના પણ  મોત નિપજ્યા છે આ દરમ્યાન 13 લોકોને ઇજા પહોંચી છે રાષ્ટ્રીય સુરક્ષા નિર્દેશાયલના એક પ્રાંતીય અધિકારીઓ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  સુરક્ષાબળોએ આતમઘાતી હુમલો કરવા આવેલ બે હુમલાખોરોને ગોળી મારી હતી જયારે તે પ્રાંતીય રાજધાની ખોસ્ત શહેરમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.

(6:12 pm IST)
  • કર્ણાટકમાં JDS ઉમેદવારોના નિવાસસ્થાન ઉપર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના દરોડા : લોકસભાની ચૂંટણી લડી રહેલા પાર્ટી સુપ્રીમો એચ.ડી.દેવગૌડાના પૌત્ર નિખિલ કુમારસ્વામી તથા પ્રજવલ રેવન પાસે આવક કરતા વધુ સંપત્તિ તથા કાળું નાણું હોવાની બાતમી : ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટનું મંતવ્ય : સરકાર દ્વારા સત્તાનો દુરુપયોગ થઇ રહ્યો છે : JDS સમર્થકોનું મંતવ્ય access_time 12:48 pm IST

  • અમેરિકન એરલાઇન્સે ૧૯ ઓગસ્ટ સુધી ૧૧૫ ફ્લાઇટ્સ રદ કરી : બોઇંગ ૭૩૭ મેકસને નડેલા ભયાનક અકસ્માતો સંદર્ભે ૧૯ ઓગસ્ટ સુધીમાં મેકસ ૭૩૭ વિમાનોની સમશ્યા દૂર થઈ જશે access_time 3:30 pm IST

  • તામિલનાડુમાં જબરો રાજકીય ગરમાવો : DMKના લોકસભા ચૂંટણીના થુઠુંકુડી બેઠકના ઉમેદવાર સુ.શ્રી. એમ.કે. કનીમોઝીના ચેન્નાઇ સ્થિત ઠેકાણાઓ પર ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ કરાયું સર્ચ ઓપરેશન : રાજકીય ઉથલપાથલના એંધાણ access_time 10:56 pm IST