Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

અફઘાન પોલીસે કંધારમાંથી 6 પાકિસ્તાની જાસૂસને ઝડપી પાડ્યા

નવી દિલ્હી:અફઘાનિસ્તાન પોલીસે કંધાર પ્રાંતના સ્પિન બોલ્ડક સીમાવર્તી જિલ્લામાં 6 પાકિસ્તાની નાગરિકોને જાસૂસીની શંકામાં તેમની ધરપકડ કરી લીધી છે.કંધાર પોલીસના પ્રવક્તા જમાલ નાસિર બરાકજીએ આપેલ માહિતી મુજબ ગુરુવારના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી બધા સ્પિન બોલ્ડક જિલ્લામાં દુરંડ લાઇનને પસાર કરવા માટે આવ્યા હતા. ધરપકડ કરવામાં આવેલ લોકોમાંથી ચાર પોલીસકર્મી હોવાનુઁ માલુમ પડી રહ્યું છે જેમણે બલુચ પ્રાંતમાં ચમનના બે નિવાસીઓની મદદથી સીમા  પાર કરી હતી.

(6:22 pm IST)