Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

આર્જેન્ટિનામાં દેખાયું વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ

નવી દિલ્હી: આર્જેન્ટીનાના પિએડ્રા ડેલ એગ્વીલામાં પુર્ણ સૂર્યગ્રહણ દરમ્યાન સંઘમાં ધીમે-ધીમે સૂર્યની સામે આવ્યો હતો. આર્જેન્ટીનાના પૈટાગોનિયા પઠાર તથા ચિલીના અમુક ભાગોમાં દેખાયુ. ચિલીના વિલારિકા જવાળામુખી નજીક વાદળ છાયા વાતાવરરમાં ચંદ્રમાના અર્ધા ભાગથી સૂર્ય ઢંકાયેલો નજરે ચડયો હતો. ખગોળવિજ્ઞાનીઓને અભ્યાસની મહત્વની તક મળી હતી. આર્જેન્ટીનાના પિઓડ્રા ડેલ એગ્વીલામાં પૈટાગોનિયા ક્ષેત્રમાંથી સંપૂર્ણ સૂર્યગ્રહણનો નજારો જોવા મળ્યો હતો. આ સિવાય દક્ષિણ અમેરિકામાં નીચલા બે તૃતીયાંશ ક્ષેત્રોમાં પણ આંશિક સૂર્યગ્રહણ જોવા મળ્યુ હતું.

(6:31 pm IST)