Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

ફિલિપાઇન્સમાં એક યુવકના કાનમાંથી નીકળ્યો જીવડો

નવી દિલ્હી: આ શૉકિંગ વિડિયો ફિલિપિન્સના સાન્ટો ટોમાસનો છે. અહીં કાનમાં દુખાવો થતાં એક યુવક હેરાન થઈ ગયો હતો. યુવક નોકરીથી પાછો આવ્યો અને તરત જ પથારીમાં પડી ગયો હતો. તેના પિતરાઈ ભાઈએ કાનમાં ટોર્ચ કરતાં ચોંકી ગયો અને ચીપિયો લઈ કાન સાફ કરવાનો પ્રયત્ન કર્યો. જે બાદ થોડીવારમાં જ જીવડાનો પગ બહાર આવ્યો. આ જોઈ ચીપિયો થોડો ઊંડો જવા દીધો તો આખેઆખો કોક્રોચ નીળ્યો. મહત્ત્વનું છે કે 39 વર્ષના લીઓ ઓરેન્ડેનના કાનમાંથી દોઢ ઇંચ લાંબો મરેલો કોક્રોચ નીકળતાં તેને રાહત થઈ હતી.

(6:28 pm IST)