Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

લોકો સ્માર્ટ-ફોન પાછળ દરરોજ ૭ કલાક વિતાવે છે

૨૦૧૯માં સરેરાશ ૪.૯ કલાક જેટલો સમય સ્માર્ટ-ફોન પાછળ વપરાતો હતો, જે માર્ચ, ૨૦૨૦માં (કોવિડની મહામારી પહેલાં) વધીને ૧૧ ટકા એટલે કે ૫.૫ કલાક જેટલો હતો

નવી દિલ્હી,તા. ૧૫: મહામારીના સમયમાં ભારતીયો વર્ક ફ્રોમ હોમ, અભ્યાસ અને મનોરંજનના આશયથી લોકો દિવસનો ૨૫ ટકા એટલે કે ૬.૯ કલાક જેટલો સમય સ્માર્ટ-ફોન પાછળ ખર્ચ કરતા હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.

સીએમઆર દ્વારા મોબાઇલ હેન્ડસેટ ઉત્પાદક કંપની વિવો દ્વારા હાથ ધરાયેલા આ અભ્યાસમાં જણાવાયું હતું કે ૨૦૧૯માં સરેરાશ ૪.૯ કલાક જેટલો સમય સ્માર્ટ-ફોન પાછળ વપરાતો હતો, જે માર્ચ, ૨૦૨૦માં (કોવિડની મહામારી પહેલાં) વધીને ૧૧ ટકા એટલે કે ૫.૫ કલાક જેટલો હતો.

આ સમય એપ્રિલ મહિનાથી (કોવિડ-૧૯ના મહામારી બાદથી) વધીને દિવસના ૬.૯ કલાક કે ૨૫ ટકા થયો હોવાનું 'સ્માર્ટ-ફોન અને માનવીય સંબંધો પર તેની અસર-૨૦૨૦' નામના અહેવાલમાં જણાવાયું હતું.

રિપોર્ટમાં જણાવાયું હતું કે લોકડાઉન પછીથી ભારતીયો વધુને વધુ સમય સ્માર્ટ-ફોન સાથે ગાળતા થયા છે, જેમાં વર્ક ફ્રોમ હોમ (૭૫ ટકાનો વધારો), કોલ કરવા (૬૩ ટકાની વૃદ્ઘિ) તથા ઓટીટી (નેટફ્લિકસ, સ્પોટીફાય જેવી અન્ય ટોપ સર્વિસિસ) પાછળ ૫૯ ટકા સમય સ્માર્ટ-ફોન પાછળ ખર્ચાયો છે.

(10:09 am IST)