Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

અમેરિકામાં માથે પૂંછડો ધરાવતું ગલડિયું આકર્ષણનું કેન્દ્ર બન્યું

ન્યુયોર્ક,તા.૧૫: અમેરિકાના મિસુરી સ્ટેટના એક ડોંગ રેસ્કયુ નોન પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન 'મેકસ મિશન'ના કાર્યકરોએ માથે પૂંછડી ધરાવતું ગલૂડિયું બચાવ્યું છે. ગેંડા કે નર વ્હેલ નિશ્યિત રૂપે માથા કે મોઢાની આગળના ભાગમાં વિસ્તૃત અંગ ધરાવતાં પ્રાણીઓ છે. ગઙ્ખંડાને મોઢાના ભાગે શિંગડું અને નર વ્હેલને મોઢા પર સૂંઢ જેવું વિસ્તરણ હોય છે, પરંતુ અન્ય જે પ્રાણીઓની અંગરચનામાં શરીરના એક ભાગનું અંગ બીજા છેડે ઊગે એ દ્યટના સમાચારનો વિષય બને છે. એ ગલૂડિયાને માથે અને પાછળ બે પૂંછડીઓ છે. એને ટચૂકડી સૂંઢ ગણવી હોય તો પણ ચાલે.

(11:38 am IST)