Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

ચાલુ ટેકસીએ આઇલાઇનર લગાવવા જતાં મહિલાને પેન્સિલ આંખમાં ઘૂસી ગઇ

નવી દિલ્હી તા.૧૫: કયાંક જવાની ખુબ ઉતાવળ હોય ત્યારે રસ્તામાં મેકઅપ કરી લેવાનીઆદત જો તમને હોય તો આ સમાચાર ધ્યાનથી વાંચવા જેવા છે. બેન્ગકોકમાં ટેકસીમાં જઇ રહેલી એક મહિલા મેકઅપ કરી રહી હતી. તે આઇલાઇનર લગાવી રહી હતી એ જ વખતે ટેકસીની આગળ જઇ રહેલી ટ્રકે બ્રેક મારી. ટ્રક સાથેની અથડામણ ટાળવા માટે ટેકસી-ડ્રાઇવરે પણ અચાનક બ્રેક મારી. એ છતાં ટેકસી સહેજ ટ્રક સાથે અથડાઇને જ રહી. અલબત, આ ઘટનામાં ન તો ટેકસીને કંઇ થયું પણ ન ડ્રાઇવરને કંઇ થયું. પાછળ બેઠેલી મહિલાની આઇલાઇનરની પેન્સિલ તેની જ આંખમાં ઘૂસી ગઇ. હાદસો એટલો ખરાબ હતો કે લગભગ અડધી પેન્સિલ મહિલાની આંખની અંદર જતી રહેલી અને લોહી વહી રહયું હતું. એ તો ભલું થજો ટેકસીવાળાનું કે તે તરત જ મહિલાને લઇને હોસ્પિટલ પહોંચી ગયો અને ત્યાં ઇમર્જન્સી ઓપેરશન કરીને પન્સિલ કાઢવામાં આવી. નસીબજોગે કીકને નુકશાન નહોતું થયું એટલે તેની દ્રષ્ટિ બચી ગઇ હતી.

(2:40 pm IST)