Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

નવીનક્કોર BMW પાસે અગરબત્તી પ્રગટાવી, એક તણખામાં ૫૦ લાખ રૂપિયાની ગાડી ભડકે બળી ગઇ

બિઝીંગ તા.૧૫: ઘરમા નવા આવેલા વાહનની પૂજા કરવાનો શિરસ્તો માત્ર ભારતમાં જ નહીં, ચીનમાં પણ છે. જોકે આવો ભકિતભાવ ચીનના યેન્ગઝોઉ શહેરમાં રહેતા એક ભાઇને બહુ મોંઘો પડી ગયો. આ ભાઇએ શો-રૂમમાંથી આવેલી નવી નક્કોર BMW કારને ઘરની નીચે પાર્ક કરીને સોૈથી પહેલાં એની પુજા કરી હતી. કાર પર લાલ રંગની ચૂંદડી જેવું કપડું પાથર્યેુ અને ચારેબાજુ અગરબત્તીઓ પ્રગટાવીને મુકી હતી. જોકે આ અગરબત્તીમાંથી જરતા તણખાને કારણે ગાડીમાં સ્પાર્ક થયો અને આગ લાગી હતી. અચાનક જ ફાટેલી  આ આગ એટલી વિકરાળ હતી કે એ બુઝાવવા માટે ફાયર-ફાઇટર્સ બોલાવવા પડયા હતા. જયારે આગ બુઝાઇ ત્યારે કાર નહીં, કારનો કાટમાળ જ બચ્યો હતો. ૪,૭૦,૦૦૦ યુઆન એટલે કે લગભગ પચાસ લાખ રૂપિયાના ખર્ચે આવેલી ગાડી ગણતરીના કલાકોમાં ખાખ થઇ ગઇ હતી.

(2:40 pm IST)