Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

ભીંડાનું સેવન કરો બીમારીઓથી દૂર રહો

શરીરમાં કોલેસ્ટ્રોલ વધી જતા હૃદય સંબંધી બીમારીઓનો જોખમ વધી જાય છે. ભીંડામાં રહેલ પેકિટન નામનું તત્વ કોલેસ્ટ્રોલને નિયંત્રીત કરવામાં મદદ કરે છે.

ભીંડો માત્ર બગીચામાં ઉગાડાતુ એક પારંપારીક શાકભાજી જ નહીં પરંતુ, વિટામીન અને ખનિજ સહિત વિટામીન એ, બી, સી, ઈ અને કે તેમજ કેલ્શિયમ, લોહ, મેગ્નેશીયમ, પોટેશિયમ અને જસ્તાથી સમૃદ્ધ છે. આ ઉપરાંત, ભીંડામાં ઉચ્ચ સ્તરનું ફાયબર હોય છે.

ભીંડામાં ખૂબ જ વધુ માત્રામાં વિટામીન ઈ અનેે બીટા, કેરોટીન, જેનથેન અને લુટિન જેવા એન્ટીઓકિસડન્ટ હોય છે. એન્ટીઓકિસડન્ટ શકિતશાળી યોગીક છે. જે મુકત કણોને નષ્ટ અને બેઅસર કરે છે.

 ભીંડામાં રહેલ આયરન તત્વ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તે રકતમાં હીમોગ્લોબીનનું નિર્માણ કરે છે. જેથી તમે અનીમિયાથી બચી શકો છો. ઉપરાંત ભીંડામાં રહેલ વિટામીન કે રકત સ્ત્રાવ રોકવામાં મદદ કરે છે.

(10:32 am IST)