Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

કાકડી તમારી ત્વચાને રાખશે ચમકદાર

ઉનાળામાં મોટા ભાગના લોકો કાકડીનું સેવન કરે છે. કારણ કે, તેને સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી ગણવામાં આવે છે. તેમજ તે તમારી ત્વચાનું પણ સંપૂર્ણ ધ્યાન રાખે છે. જો તમે પણ ત્વચાની આ સમસ્યાથી છૂટકારો મેળવવા માંગો છો તો કાકડીને તમારા બ્યૂટી કેરનો ભાગ બનાવો.

ઉનાળામાં સ્કિન ઉપર ટેનિંગ થવુ એ એક સામાન્ય સમસ્યા છે. પરંતુ, જો તમે તેનાથી રાહત મેળવવા માંગો છો તો તમે કાકડીને પીસી તેનો રસ કાઢી લો અને  પછી તે રસમાં એક ટીસ્પૂન દહીં નાખો. તેને ટેનિંગ વાળી જગ્યાએ લગાવો અને સુકાઈ જાય એટલે ધોઈ લો.

જો તમારી ત્વચા એકને પ્રોન છે તો પણ કાકડી તમારા માટે ફાયદાકારક છે. ચહેરા પરથી ખીલ દૂર કરવા માટે કાકડીના રસમાં મુલ્તાની માટી  અને ગુલાબજળ મિકસ કરી પેસ્ટ બનાવી લો. તેને ચહેરા પર એપ્લાઈ કરો અને સુકાઈ ગયા બાદ સાદા પાણીથી ધોઈ લો. આનાથી ઓયલી સ્કિનથી પણ રાહત મળશે.

જો તમે ઈચ્છો છો કે તમારી ત્વચા ચમકતી દેખાય તો તમે કાકડીને બ્લેન્ડ કરી તેમાં પર્યાપ્ત માત્રામાં એલોવેરા જેલ મિકસ કરો અને ચહેરા પર લગાવો. આવુ અઠવાડીયામાં બે વાર કરો. આ ઉપરાંત ગ્લોઈંગ ફેશ માટે કાકડીના રસમાં એલોવેરા જેલ અને ગુલાબજળ મિકસ કરી ટોનર બનાવી શકો છો. તેને દિવસમાં ૨-૩ વાર ચહેરા ઉપર સ્પ્રે કરો.

આંખો માટે પણ કાકડી ખૂબ જ ફાયદાકારક છે. તમારી આંખોનો થાક દૂર કરવાની સાથે આંખોમાં બળતરા અને ડાર્ક સર્કલી સમસ્યા દૂર કરે છે. માટે કાકડીની સ્લાઈસને ફ્રિઝમાં ઠંડી કરી આંખો પર ૫ મિનીટ સુધી રાખો. જેનાથી આંખોને ખૂબ જ રીલેકસ ફીલ થશે.

(10:32 am IST)