Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

પાકિસ્તાને જાધવના પરિવારને વિઝા આપવાનો નિર્દેશ કર્યો

નવી દિલ્હી: પાકિસ્તાને આજે નવી દિલ્હીમાં તેમના ઉચ્ચાયોગને નિર્દેશ કર્યો છે કે ભારતીય કેદી કુલભૂષણ જાધવની પત્ની અને માતાને વિઝા આપવામાં આવે.અધિકારીક સૂત્રોએ જણાવ્યું કે વિદેશ મંત્રાલય તરફથી આ આદેશ આપવામાં આવ્યો છે.ગયા અઠવાડિયા જાધવના પરિવારને પરવાનગી આપવામાં આવી હતી કે તે 25 ડિસેમ્બરના ઇસ્લામાબાદમાં તેને મળી શકશે.જાધવની તેના પરિવારની સાથેની મુલાકાત દરમિયાન ભારતીય ઉચ્ચાયોગના એક અધિકારી પણ ત્યાં ઉપસ્થિત રહેશે.

(8:18 pm IST)