Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

ચિત્તા સાથે દોસ્તી

સાઉથ આફ્રિકાના પ્રીટોરિયામાં આવેલા એક ચિત્તા સેન્ટરમાં બે ચિત્તાબાળને એની માએ તરછોડી દીધા હતા. એ સાવ નાના ગલૂડિયા જેવડાં હતાં ત્યારથી જ લિન્ડા રોસેન્લોફ નામની મહિલાએ એને પોતાની સાથે રાખીને ઉછેર્યા છે. આ બન્ને ચિત્તા હવે ધીમે-ધીમે મોટા થઇ રહ્યા છે, પરંતુ હંમેશા માણસોની વચ્ચે જ રહેવા ટેવાયેલા આ પ્રાણીઓને હવે જંગલમાં છૂટા મૂકી દઇ શકાય એમ નથી. જંગલી ચિત્તાઓની વચ્ચે એ સર્વાઇવ થઇ શકે એમ ન હોવાથી લિન્ડા આ બન્ને ચિત્તાને તેના વાઇલ્ડ લાઇફ સેન્ટરને પ્રમોટ કરવા માટે એમ્બેસેડર બનાવીને પ્રોજેકટ કરી રહી છે. સાઉથ આફ્રિકામાં પણ હવે ચિત્તાની સંખ્યા ઘટતી જઇ રહી છે ત્યારે આ જંગલી પ્રાણી પ્રત્યે અનુકંપા રાખીને એને બચાવવાના અભિયાનમાં આ ચિત્તાને એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે.

(12:08 pm IST)