Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

ઓફીસના લંચબ્રેકમાં નીકળેલી મહિલાને ૧ર.૮૮ કરોડ રૂપિયાની લોટરી લાગી

ન્યુયોર્ક તા. ૧૪: 'ખાધું બગાસું અને મોંમાં આવ્યું પતાસું' આ કહેવત અમેરિકાના મેરિલેન્ડમાં રહેતી પ૪ વર્ષની મહિલાને એકદમ બંધબેસતી આવે છે. આ બહેન પોતાને મિસિસ મેગાફોર્ચ્યુન તરીકે ઓળખાવે છે કેમ કે લોટરી જગતમાં ભાગ્યે તેને બબ્બે વાર સાથ આપ્યો છે. થોડાક વર્ષો પહેલાં તે લોટરીમાં એક લાખ ડોલર એટલે કે લગભગ ૬૪ લાખ રૂપિયા જીતી હતી. આ રકમ જીત્યા પછી ઘણાં વર્ષો સુધી તેણે હવે પોતાનું નસીબ નહીં કામ કરે એમ વિચારીને લોટરીની ટિકીટ ખરીદવાનું બંધ કરી દીધું હતું. જો કે તેના પતિના કહેવાથી તેણે છેલ્લા થોડા સમયથી ફરીથી નાની-નાની ટિકીટો ખરીદવાનું શરૂ કર્યું હતું. ગયા અઠવાડિયે બહેન ઓફીસમાંથી લંચબ્રેક વખતે બહાર કંઇક ખાવા માટે નીકળ્યા. એ વખતે તેણે લોટરીના થોડાક સ્ક્રેચ-કાર્ડસ ખરીદ્યા. એક-બે નાના સ્ક્રેચ કાર્ડ પછી તેણે ૩૦ ડોલર એટલે કે લગભગ ૧૯૦૦ રૂપિયાનું એક સ્ક્રેચ-કાર્ડ ખરીદી લીધું અને નસીબ ફરી એકવાર ઉઘડી ગયું. આ સ્ક્રેચ-કાર્ડમાં તેને બે મિલ્યન ડોલર એટલે કે લગભગ ૧ર.૮૮ કરોડ રૂપિયાનો જેકપોટ લાગ્યો. તેને માન્યામાં નહોતું આવતું એટલે તેણે ટિકીટ પર્સમાં સાચવીને મૂકી અને પાછી ઓફિસે જતી રહી તેણે બીજા કોઇને આ વિશે વાત પણ ન કરી સાંજે ઘરે જઇને તેણે પતિને ટિકીટ બતાવી અને બન્નેએ કંપની સાથેવાત કરી તો કન્ફર્મ થયું કે તેખરેખર ૧ર.૮૮ કરોડનો જેકપોટ જીતી છે.આ જેકપોટ અંતર્ગત તેને આગામી વીસ વર્ષ સુધી દર વર્ષે તમામ ટેકસ કાપીને ૪ર.પ લાખ રૂપિયા મળતા રહેશે.

(5:05 pm IST)