Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

સળગતી ફેકટરીમાં ઘૂસી ગયા

બોલો, આ ભાઇ પોતાનો મોબાઇલ બચાવવા

બીજીંગ તા. ૧૪: ચીનના ઝેજિઆન્ગ પ્રાંતના નિન્ગ્બો શહેરમાં એક હુકકો બનાવતી ફેકટરીમાં આગ લાગી. સ્વાભાવિકપણે તરત જ કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા અને ફાયર-ફાઇટર્સને બોલાવીને આગ કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ થયા. કોઇ અંદર ફસાયું નથી એવું લાગતું હતું ત્યાં એક ભાઇ સળગતા-સળગતા બહાર દોડી આવ્યા. તરત જ આગ બુઝાવનારાઓએ તેની આગ બુઝાવી દીધી. એ ભાઇનાં કપડાં બળી ગયાં હતાં, પણ તે બહુ દાઝયો હોય એવું લાગતું નહોતું. આગ બુઝાઇ એટલે ફાયર-ફાઇટરોએ કહ્યું કે આ માણસને તો અમે સૌથી પહેલાં બચાવીને બહાર કાઢી લીધો હતો. જોકે આ ભાઇએ ડાબા હાથમાં સજજડ રીતે પકડી રાખેલો મોબાઇલ બતાવીને કહ્યું કે તમે મને કાઢી લીધેલો, પણ બહાર આવીને મને યાદ આવ્યું કે હું મારો મોબાઇલ અંદર ભૂલી ગયો છું એટલે એ લેવા ફરીથી અંદર ઘૂસ્યો હતો.

(10:01 am IST)