Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

પોલીસે ઘરમાં દરોડો પાડયો તો મળી આવ્યા ૨૦ અજગરઃ ૫૮૫ ઉંદર અને ૪૬ સસલાં

ન્યુયોર્ક, તા.૧૪:અમેરિકાના ઉટાહ પ્રાંતના રહેવાસી ૬૪ વર્ષના માર્ટિન બોનના દ્યરે પોલીસે તથા અન્ય વિભાગના અધિકારીઓએ દરોડો પાડીને તેની સામે મોટી સંખ્યામાં વિદેશી પ્રાણીઓને પાળવાનો ગુનો નોંધ્યો હતો. બાતમીના આધારે અધિકારીઓએ માર્ટિનના ઘરમાં તપાસ કરી ત્યારે દ્યરમાં મ્યાનમાર (બર્મા)ના ૨૦ અજગર, ૫૮૫ ઉંદર અને ૪૬ સસલાં હતાં. ૨૦ અજગરોમાંથી ૧૦ અજગર તો ૧૦ ફુટથી વધારે લાંબા હતા. અધિકારીઓએ નોંધ્યું હતું કે કેટલાંક પ્રાણીઓ પાંજરામાં હતાં અને અજગર સહિત કેટલાંક પ્રાણીઓ ખુલ્લામાં ફરતાં હતાં. એ પ્રાણીઓને વેટરનરી ડોકટર અને એનિમલ કન્ટ્રોલ સહિત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવતી હતી.

(12:37 pm IST)
  • દેશમાં કોરોના ધીમો પડ્યો : છેલ્લા કેટલાય દિવસોથી નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં એકધારો ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 64,520 કેસ નોંધાયા : કુલ કેસનો આંકડો 72,37,082 થયો :એક્ટીવ કેસ ઘટીને 8,26,662 થયા : વધુ 73,903 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 62,98,695 રિકવર થયા : વધુ 723 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,10,617 થયો access_time 1:01 am IST

  • કાલે મુંબઇમાં અતિભારે વરસાદ પડશે : ઓરેન્જ એલર્ટ : આવતીકાલે ૧૫ ઓકટોબરે મુંબઇમાં અતિભારે વરસાદની આગાહી થઇ છે અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. (ન્યુઝફર્સ્ટ) access_time 3:58 pm IST

  • મધરાતે મુંબઈ ઉપર વીજળીના કડાકાભડાકા સાથેનું તાંડવ: હળવો વરસાદ શરૂ: બે દિવસ ભારે વરસાદની આગાહી : અત્યારે મધરાતે મુંબઈ ઉપર ભયાનક ગાજવીજ, વીજળીના કડાકા ભડાકા સાથે હળવો વરસાદ શરૂ. ભયજનક વાતાવરણ, મુંબઈ અને સૌરાષ્ટ્રના સાગર કાંઠા ઉપર વાદળો છવાયા છે. ઇન્ટેસેટની લેઇટેસ્ટ તસવીરમાં મુંબઈ અને મહારાષ્ટ્ર ઉપર જબ્બર માત્રામાં વાદળાઓ છવાયેલા નજરે પડે છે. આગામી બે દિવસ મુંબઈમાં ભારે વરસાદની આગાહી થઈ છે access_time 12:31 am IST